BJP holds Patidar Sadbhavna meet, Rupala leads the front with his oratory

Anand

Patidar community members from allover the Anand district today gathered at Petlad town under the banner of BJP.

Senior leaders of BJP including national vice president of party Parshottam Rupala, Rajya Sabha MP Mansukh Mandavia, Nadiad MLA Pankaj Patel among others addressed this gathering which was titled as ‘Sadbhavana’. Possibility of BJP holding more such sammelans can’t be denied.

The most impressive speech was delivered by Shri Parshottam Rupala who compared Patidars with backbone of Hindu society in Gujarat. Rupala said, “Nowadays when I speak in community gathering, I tell, if we compare Hindu society in Gujarat with a human body, then someone is eyes, someone is legs, someone is hands …. these are all organs and they are necessary, because in absence of any one of them, one would be called handicapped. But Patidar community is spine of Hindu society in Gujarat. One can still work without one ear or one eye or one leg, but can’t survive if portion of backbone suffers problem. One would not be able to leave bed if portion of spine has some problem. Patidar community has responsibility to keep that human being(Hindu society in Gujarat) straight and active.

Rupala said, “we don’t want the titles of attacking innocent people, damaging public properties. There’s no bravery in it. We are all who keep the society in standing position.”

“After years and years of efforts and sacrifices, present political change has arrived in India. If someone without any understanding tries to do wrong with this change, it must not be allowed. I just request that you don’t need to speak against some leader or don’t need to show him in bad light. You just need to say that our community doesn’t agree with rioting, arson, violence. Things can be discussed by sitting together and holding dialogue. How can we agree with rioting? Shall we ruin our own house? Shall we ruin our own painting? After all we have filled colors in this painting! Those who brought 24-hour power know how difficult that task was. Now we will uproot those electric poles? This is not something that we would do! We would instead bring light to those houses that have been left out.”

Rupala said that CCTV footage suggests some anti-social elements entered the field and took benefit of the situation. They could get such opportunity after 10-12 years.

Rupala said,”nowadays there’s fashion that people like them to be identified as Sardar. Someone likes the title of second Sardar, someone likes the title of chhote Sardar……but let me say, there can’t be Sardars per locality, there can be only one Sardar per entire earth.”

Rupala questioned the style of communication adopted by agitators while communicating with government. He said this doesn’t suit the state like Gujarat.

Following are the highlights of Shri Rupala’s speech in Gujarati:

Parshottam-Rupala

આ સમાજ એ આપવા માટે સર્જાયેલો સમાજ હતો અને એટલે એનું જગતના તાતનું બિરુદ હતું.

દોસ્તો રાજનીતિ આજે છે ને કાલે નહીં હોય, સત્તામાં આજે કોઇ હશે ને કાલે બીજા હશે, પાર્ટીઓ પેદા થશે ને મરશે, પણ પાટીદારોનું પાણી લાજે એ પ્રકારના પ્રસંગો ગુજરાતની ધરતી પર ન થવા જોઇએ.

મને આશ્ચર્ય એટલા માટે નથી થતું કારણકે નિંદામણ તો પેદા થવા સર્જાયેલું જ છે. સારું પેદા કરવું હોય એમાં મહેનત પડે. સરદાર પેદા કરવા માટે એવી જનેતા જોઇએ જેની કૂખે સરદાર જન્મી શકે.

કોઇ ભાઇ ડોક્ટરને ત્યાં જાય, ભાઇ માંદા હોય, તાવ હોય, નાનું મોટું કંઇ થયું હોય, તો ત્યાં ડોક્ટરને જઇને શું એમ કહેવાય કે અરે ઉભો થા, મને ચેક કર, જો આમાં તાવ આવ્યો છે, હટાકા બોલે છે, હું કરે છે તું? કેટલું ભણ્યો છું તું? આવું ક્યાંય સાંભળ્યું છે તમે? ડોક્ટરને ત્યાં તમારે જવાનું હોય તો શાંતિથી બેસવું જોઇએ અને જે કંઇ થયું હોય એ કહેવું જોઇએ, દેખાડવું જોઇએ, હવે અટાણે આ સરકાર છે ને (પાટીદાર માટે અનામત માંગનારા) કહે છે એય ઉભા થાવ, અંય આવો, આવું હોય, સાવ આવી રીતે કરવાનું? તમે કમસેકમ ડોક્ટરનો વિવેક તો રાખો? તમારે જે કહેવું હોય તે કહો, આવી રીતે ન કહેવાય, અરે ગુજરાત છે આ.

હમણાં એક સરદારના નામની ફેશન થઇ ગઇ છે.અઠવાડિયું કોઇ બોલાવે તો કહે હું સરદાર, અલ્યા વગા(મહોલ્લા) દીઠ સરદાર હોય? સરદાર પૃથ્વીદીઠ એક હોય.

અસંખ્ય વર્ષોની કેટલાય લોકોની તપશ્ચર્યા, ભેખને કારણે, જેમની ઓળખ નથી એવા કાર્યકર્તાઓના તપને કારણે હિંદુસ્તાનના રાજકારમાં આ પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તનની સાથે સમજ્યા વગર કોઇને ચેડા કરવા દેવાય નહીં. મારી આપ સૌને માત્ર એટલી વિનંતી છે. કોઇ આગેવાનની વિરુદ્ધ બોલવાની જરુર નથી. કોઇને હલકો બતાવાવની જરુર નથી. તોફાન ટંટો, આગજની આવી બાબતો સાથે અમારો સમાજ સંમત નથી, આટલું જ કહેવાનું છે. વ્યવહારિક બધી વાતો આપણે સામસામે બેસીની સમજવાની છૂટ છે. તોફાનો સાથે આપણે કઇ રીતે સંમત થઇ શકીએ? આપણું કરેલું ઘર આપણે બગાડવાનું? આપણી પૂરેલી રંગોળીને આપણે ઠેબા મારી દેવાના? આ કઇ રીતે આપણે કરી શકીએ દોસ્તો? આ રંગોળી આપણી પૂરેલી છે. કોઇ ફોરેનથી આવીને કરી નથી ગયું. આ ચોવીસ કલાક વીજળી કેમ અહીંયા આવી છે એ જે લાવ્યા છે એમને ખબર પડે. હવે એના થાંભલા ઉંધા નાખવાનું કામ એ આપણું કામ નથી. આપણે નથી કરવાનું. શક્ય હોય તો હજુ જેના ઘરે દીવો નથી પહોંચ્યો એના ઘરે દોરડું ખેંચીને ટીંગાવી દેવું એ આપવી એ આપણું કામ છે. અરે હું તો એમ કહું છું કોઇપણ પ્રશ્ન માટે ચર્ચા માંગી શકો.

બીજું, કે સમાજ બદનામ થયો, તોડફોડના અમારી પાસે રિપોર્ટ આવ્યો છે કે કેટલાય અમામાજિક તત્વોએ આનો લાભ લીધો છે. એ મેદાનમાં આવી ગયા. સીસીટીવી કેમેરામાં પકડાણા છે. દુકાનમાંથી માલ લઇ જવા વાળા. એમને તો સીઝન આવે. હમણાં દસ – બાર વર્ષે આ સીઝન નીકળી આવી.

નિર્દોષ જનતા પર હુમલા કરવાના, જાહેર સંપત્તિને નુકસાન કરવાનું એ ટાઇટલો અમારે અમારા સમાજને નથી જોઇતા. અને એમાં કોઇ આપણી શાબાશી નથી. એમાં કોઇ આપણી બહાદુરી નથી. દોસ્તો આપણે તો સમાજને ઉભો કરનારા છે. હું હંમેશા સમાજની વચ્ચે બોલતો હોઉું છું તો કહું છું કે ગુજરાતમાં શેષ હિંદુ સમાજને જો આપણે શરીર ગણીએ તો કોઇ હાથ છે, કોઇ પગ છે, કોઇ મસ્તિક છે, કોઇ આંખો છે. એ બધા અંગો છે અને બધાની કિંમત છે, એમાંથી કોઇ એક ન હોય તો ખોડખાંપણવાળું શરીર ગણાય છે. પણ આપણે કરોડરજ્જુ છે. અને કરોડરજ્જુની એક અગડવતા છે. કે આ શરીરને જો ટટ્ટાર રાખવું હોય તો એકાદો મણકો ખસે(તો ન ચાલે), તમે જુઓ પગ એક હોય તો ચાલી જાય, કાન એક ન હોય તો ખબરેય ન પડવા દે, મફલર બાંધી દેવાય, આંખ એક ન હોય તો ગોગલ્સ પહેરાય, પણ કરોડરજ્જુની એક ગાદીય ખસી જાય તો ડોક્ટર કહી દે કે લાકડાની પાટ પર પડયા રહો. એ પછી ઉભો ન રહી શકે પછી. એ ઉંઘી જાય. આ સમાજ પુરૃષ જો કરોડરજ્જુનો મણકો આવી જાય તો ઉભો ન રહી શકે. એટલે ટટ્ટાર રાખવાની જવાબદારી એ પાટીદાર સમાજની છે.
– DeshGujarat

error: Content is protected !!