| H1-B વિઝાની સંખ્યા બમણી કરવા ઝુંબેશ |
|
|
|
| આંતરરાષ્ટ્રીય સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
અમેરિકાની એક રિપબ્લિકન સમિતિએ એચવન-બી વિઝા ઉપરની વર્તમાન ‘કૃત્રિમ’ ટોચમર્યાદા વધારીને લગભગ બમણી કરવા અંગેના સૂચિત ખરડાને બહાલી આપવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિસભા)માં ડેમોક્રેટ નેતાગીરીને તાકીદ કરી છે. વોશિંગ્ટન, તા. ૨૨ અમેરિકાની એક રિપબ્લિકન સમિતિએ એચવન-બી વિઝા ઉપરની વર્તમાન ‘કૃત્રિમ’ ટોચમર્યાદા વધારીને લગભગ બમણી કરવા અંગેના સૂચિત ખરડાને બહાલી આપવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિસભા)માં ડેમોક્રેટ નેતાગીરીને તાકીદ કરી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની રિપબ્લિકન સ્ટડી કમિટીએ સ્પીકર નેન્સી પેલોસી અને હાઉસ મેજોરિટી લીડર સ્ટેની હોયેરને પત્ર લખી અપીલ કરી હતી કે, સૂચિત ખરડો હાથ ઉપર લેવામાં આવે અને તેને આવનારા મહિનાઓમાં ગૃહમાં પસાર કરવામાં આવે. પેનલે એચવન-બી વિઝાની ટોચમર્યાદા વર્તમાન ૬૫,૦૦૦ની સપાટીએથી વધારીને ૧,૧૫,૦૦૦ કરવા અને ર્વાિષક ૨૦ ટકા ‘બિલ્ટ-ઇન’ વધારા (દર વર્ષે આપોઆપ ૨૦ ટકા વધારા)ની માંગ કરી હતી. પેલોસી અને હોયેરને સંબોધીને પાઠવવામાં આવેલા પત્રમાં ભારપૂર્વક જણાવાયું હતું કે, એચવન-બી વિઝાની માંગ ‘કૃત્રિમ’ ટોચમર્યાદા કરતાં ઘણી વધારે છે. અમેરિકામાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદેશી વિદ્યાર્થીઓ અહીં કામ મેળવી શકતા નથી તે સ્થિતિ અંગે પત્રમાં વિગતવાર જણાવાયું હતું. રિપબ્લિકન સભ્યોની સમિતિએ ડેમોક્રેટ નેતાઓને કહ્યું હતું કે, “આપણે વિદેશી વિદ્યાર્થીઓને એવો સંદેશ આપી રહ્યા છીએ કે, તેઓ અહીં ભણી તો શકે છે, પરંતુ તેમણે કામ બીજા દેશમાં કરવું પડશે. એચવન-બી વિઝાની ટોચમર્યાદા ઘણી નીચી છે અને તે બજારની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી
Set as favorite
Bookmark
Email This
Hits: 123 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला |
|---|