|
બ્રિટનમાં મતદાનમાં હિન્દુઓ મોખરે |
|
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
द्वारा/by : Pooja
|
|
Wednesday, 23 April 2008 |
લંડન, તા. ૨૨
બ્રિટિશ ચૂંટણીઓમાં દક્ષિણ એશિયાઇ મૂળના મતદારો દ્વારા મતદાનની શક્યતા અન્ય મતદારોની સરખામણીમાં વધુ રહે છે અને દક્ષિણ એશિયાઇ મતદારો પૈકી હિન્દુઓ અને શીખો મતદાન કરવામાં મોખરે છે, તેમ એક અભ્યાસનાં પરિણામો જણાવે છે.
લંડન, તા. ૨૨
બ્રિટિશ ચૂંટણીઓમાં દક્ષિણ એશિયાઇ મૂળના મતદારો દ્વારા મતદાનની શક્યતા અન્ય મતદારોની સરખામણીમાં વધુ રહે છે અને દક્ષિણ એશિયાઇ મતદારો પૈકી હિન્દુઓ અને શીખો મતદાન કરવામાં મોખરે છે, તેમ એક અભ્યાસનાં પરિણામો જણાવે છે.
સોશ્યલ પોલિસી રિસર્ચ ચેરિટી જોસેફ રોનટ્રી ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરાયેલા અભ્યાસ મુજબ, બ્રિટનમાં ૨૦૦૧માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ એશિયાઇ મતદારોએ કરેલું મતદાન બિન-એશિયાઇ મતદારોના મતદાનની તુલનામાં એક ટકો વધારે હતું. દક્ષિણ એશિયાઇ મતદારોએ ૫૯ ટકા મતદાન કર્યું હતું, જ્યારે બિન-એશિયાઇ મતદારો દ્વારા થયેલું મતદાન ૫૮ ટકા હતું. પરિણામોનું ધર્મના આધારે પૃથક્કરણ કરાતાં જાણવા મળ્યા અનુસાર, ૨૦૦૧ની ચૂંટણીમાં દક્ષિણ એશિયાઇ હિન્દુઓ, શીખો અને મુસ્લિમોએ અનુક્રમે ૬૧, ૬૦ અને ૫૯ ટકા મતદાન કર્યું હતું.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હાથ ધરાયેલા આ અભ્યાસનાં પરિણામોએ એવી સામાન્ય માન્યતાનું ખંડન કર્યું છે કે, વંશીય લઘુમતી મતદારો અન્ય મતદારો કરતાં ઓછું મતદાન કરતા હોય છે. નોંધનીય છે કે, ૨૦૦૧માં ટોની બ્લેરના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીની સરકારને પુનઃ સત્તા ઉપર લાવનારી ચૂંટણીમાં થયેલું ૫૯.૪ ટકા મતદાન ૧૯૧૮ પછીનું સૌથી ઓછું મતદાન હતું.
અભ્યાસનાં પરિણામોને પગલે બ્રિટનની હિન્દુ સંસ્થાઓના છત્ર સંગઠન હિન્દુ કાઉન્સિલ યુકે (એચસીયુકે)એ સરકારની ઝાટકણી કાઢી હતી. એચસીયુકેના એક્ઝિક્યુટિવ રિપ્રેઝન્ટેટિવ અનંત એમ. વ્યાસે સવાલ કર્યો હતો કે, “આ બાબત ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું સરકારે અન્ય સમુદાયોની ઉપેક્ષા કરીને ચોક્કસ સમુદાયોને આતંકવાદ સામેના જંગ માટે કરોડો પાઉન્ડની સહાય કરી વધુ અસમતુલા અને તંગદિલી સર્જવાની જરૃર છે ખરી? હિન્દુઓને એક શાંતિપ્રિય સમુદાય તરીકે લાંબા સમયથી જે યશ મળતો નથી તે હવે મળવો જ જોઇએ.”
“અમે એવા સાંસદોની યાદી પણ તૈયાર કરી રહ્યા છીએ કે, જેમની કામગીરી અમારા મતાનુસાર હિન્દુવિરોધી રહી છે અથવા જેઓ સતત અમારી ઉપેક્ષા કરી રહ્યા છે કે તેમના સ્વાર્થ ખાતર અમારો ઉપયોગ કરી રહ્યા છે.” એમ વ્યાસે ઉમેર્યું હતું. આ અભ્યાસ અગાઉના એમ સૂચવતા અંદાજોને પણ રદિયો આપે છે કે, વંશીય લઘુમતી મહિલાઓ પુરુષોની સરખામણીમાં ઓછું મતદાન કરતી હોય છે
|
|
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
|