• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
શોભા ડે(અનુવાદકઃ સોનલ મોદી) – ‘સ્પીડપોસ્ટ’ पी.डी.एफ़ छापें ई-मेल
સંસ્કાર્
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

phone.jpgટેલિફોન અને સેલફોન લત કે જરૃરત?

વ્હાલાં બાળકો, આજના પત્રને તમે દિલોજાનથી ધિક્કારવાના છો તેની મને ખાતરી છે કેમ? ખબર છે? કારણ કે આજે હું તમારી વહાલામાં વહાલી એક એવી વસ્તુ વિષે વાત કરવાની છું જેની તમને ખરાબ લત લાગી ગઇ છે. એ ચીજ છે... ટેલિફોન! મને પોતાને પણ ફોન પર વાતો કરવી ગમે છે. હું લાંબી વાતો કરતી જ હોઉં છું પણ તમે બધાંએ તો માઝા મૂકી છે.

મારા ફોન મોટેભાગે મારા કામ અંગેના હોય છે. જો કે, તમે બધા તરત જ કહેશો, “મોમ, અમારા ફોન પણ અમારા કામ અંગેના જ હોય છે.” હા ભાઇ હા, વાત તો સાચી જ છે ને? પણ કામ કામમાં પણ ફરક હોય ને. ફોનની રીંગ વાગવાના વખતમાંય ફરક હોય. હું પણ ઘણી વાર રિલેક્સ થવા માટે ફોનનો ઉપયોગ કરું છું. બહુ લખીને કંટાળી હોઉં, તો મારા પપ્પાને કે એકાદ બહેનપણીને ફોન કરી લઉં. પાછી કામે લાગું.

સાચું કહું? હું નાની હતી ત્યારે મારી ફોનની લતથી મારાં બા- બાપુજી પણ અકળાતાં. હું નિશાળેથી આવીને તરત જ ફોન પર મંડી પડતી. કૉલેજમાંય એ જ શિરસ્તો ચાલુ! મારી બાને એ વાતની નવાઇ જ લાગતી! “શોભલી, આખો દા’ડો જે બહેનપણીઓ જોડે ગૂડાઇ’તી એમની જોડે વાતો કર્યા વગરની શી રહી ગઇ’તી તે નિશાળેથી આવીને તરત જ મંડી પડી? બૂટ કાઢ, મોજાં ધોવા નાંખ, દૂધ પીને લેસન કરવા બેસ! એ બધાંય તારી જેમ નવરા ધૂપ છે?”

મારી બાને હું કેમ સમજાવું, કે નિશાળના એ છ કલાકમાં કેટકેટલું બની જતું! ટીચરોની, છોકરાઓની, કોને કોની સાથે ‘ચાલે’ છે. તેની ફિલ્મોની નવી બુક્સ અને કેસેટોની... ઓહોહો... કેટકેટલી વાતો કરવાની હોય!

પણ અમારા જમાનામાં ફરક એ હતો કે, આખા ઘરમાં એક જ ફોન રહેતો અને એ ડબલું ડ્રોઇંગરૃમમાં જ મૂકી રાખવામાં આવતું. આજની જેમ રૃમે રૃમે ફોન ન હતા. (જો કે આ લેખ લખાયો પછી તો સાબરમતીમાં ઘણાં નીર વહી ગયાં છે ને બાળકે બાળકે મોબાઇલ થઇ ગયા છે. છતાંય ફોન મેનર્સ એ ઘરઘરનો પ્રાણપ્રશ્ન છે જ) ઘરમાં વચ્ચોવચ ફોન હોવાથી ખાનગી વાતો કરાતી ન હતી, એ જમાનામાં! વળી ફલેટ નાનો હોવાથી ઘાંટાઘાંટ પણ ન કરાય. રાત્રે અમારા બાપુજી નવ- સાડા નવે ઊંઘી જાય, તેથી મારા કોઇ ફ્રેન્ડ એ પછી ફોન કરી શકે જ નહીં. કરે તો આવી જ બને! અમારું તો ઘર જ એવું હતું કે કાનમાં બોલો તોય પડઘા પડે!

એ જમાનામાં કૉલવેઇટિંગની સિસ્ટમ ન હતી. કોર્ડલેસ ફોન ન હતા, મોબાઇલ હોઇ શકે તેવું તો સ્વપ્નય ન હતું. બેડરૃમે રૃમે એક્સ્ટેશન ન હતા. બધાં વચ્ચે એક જ ફોન. તેથી કામ પૂરતી વાત કરો ને ફોન મૂકો તોય મારા બાપુજી ફોનનું બિલ આવે તે દા’ડે કકળાટ કરી મૂકતાં! તમારા બધાના ડેડીની જેમ એમનુંય કાળજું કપાઇ જતું. એ તો વળી પગારદાર હતા, બિઝનેસમેન નહીં.

આપણા ઘરમાં ફોન અંગેના કેટલાક નિયમો ઘડવાનો મેં વ્યર્થ પ્રયાસ કર્યો છે. બાળકો પોતપોતાની પથારીઓમાં જ ઊંઘતા ઊંઘતા ટાંટિયા અધ્ધર કરીને કલાકો સુધી કોર્ડલેસ ફોન પર વાત કરે, કે દૃશ્ય જ મને તો અતિ જુગુપ્સાપ્રેરક લાગે છે. મા-બાપ બિચારાં માને કે બાળકો ભણે છે ને રૃમમાં સાહેબો આરામ ફરમાવતા હોય ફોન પર! લ્યો કોના બાપની દિવાળી! વળી પંદર વર્ષથી નીચેનાં બાળકોને ફોન માટે અલાયદી જગ્યા આપવાની પણ હું વિરોધી છું. એવી તે શી ખાનગી વાત બાળકોએ કરવાની હોય? હું કાંઇ તમારી ચોકી કરવા નથી માંગતી, પણ તમારા જીવનમાં શું બની રહ્યું છે તે જાણવાનો મારો હક્ક ખરો કે નહીં?

અરુંધતી તો ઘણી વાર ફોન લઇને બાથરૃમમાં ભરાઇ જાય છે! અરે, દરેક પ્રવૃત્તિ માટે નિયત સ્થળ અને સમય હોય. બાથરૃમ એ કાંઇ ફોન કરવાનું સ્થળ નથી. અરુંધતી વિરોધ કરે ને કહે, “મોમ, મારા બધા ફ્રેન્ડસ એમ જ કરે છે, કોર્ડલેસ ફોનની શોધ જ બાથરૃમ માટે થઇ છે. કેટલો ટાઇમ બચી જાય, એનો તો વિચાર કર!” બેટા, બાત કૂછ હજમ નહીં હૂઇ... મને આ બધું નહીં ફાવે, વળી તારા અમુક મિત્રો ભરબપોરે બે વાગ્યે ફોન કરે છે ક્યાં તો રાત્રે અગિયાર પછી ફોન કરે છે. હું તો એવા મિત્રોનું મોં જ તોડી લઉં છું. તું તરત કહે, “મોમ, તારે ડિસ્ટર્બ ન થવું હોય તો અમારા રૃમમાં જુદો નંબર અપાવી દે.” “ના, એવું તો નહીં જ થાય. ઘરમાં બધાંએ ભેગાં રહેવું હોય તો દરેક બાબતે અનુકૂલન સાધતા શીખવું જ પડશે.

અરુંધતી બેટા, થોડા વખત પછી કદાચ તારા પર છોકરાંઓના પણ ફોન આવશે. ફાઇન, તું થોડી મોટી પણ થઇ જ હોઇશ. તારાં મોટાં ભાઇબહેનોના કિસ્સામાં બન્યું છે એમ તું પણ સ્વાભાવિક રીતે વખતનાં ગાણાં વખતે ગાજે. ઘરના નિયમો ક્યારેક લોઢાના સળિયાને વાળીએ તેમ વાળી શકાય, તોડાય નહીં.  રૃમમાં ફોન નહીં જ મળે, બાથરૃમમાં ફોન લઇને જવાની પરવાનગી નથી જ અને ખાલી- ખાલી... ફક્ત ‘હેલ્લો’ કહેવા માટે એસ.ટી.ડી. નથી જોડવાના. વળી, તમારે બધાએ તમારા મિત્રોને એક વાર તો કહેવું જ પડે કે મન ફાવે તે સમયે આપણે ઘેર ફોન ન કરે! આપણા ઘરના માણસો બિચારા બપોરે માંડ સહેજ આડે પડખે થયાં હોય ત્યાં ફોનની રીંગો શરૃ થાય. એમની પર તો દયા રાખો! સવારે પાંચ વાગ્યે ઊંઠે છે, તો બે અઢી વાગ્યે પરવારે છે. પાછી ચાર વાગ્યાથી ચક્કી ચાલુ! એમને શિફ્ટ નથી હોતી, કે આઠ કલાક કામ કરે એટલે નવરા!

હમણાં હમણાંથી તો દસ-બાર વર્ષના નબીરાઓને, મોબાઇલ આપી દેવાનો વાયરો વાયો છે. ‘બાબા-શેઠ’ ‘બિચારા’ ટયૂશનમાં ગયા હોય તો ડ્રાઇવર માટે રાહ ન જોવી પડે, તેમ વિચારીને એકાદ જૂનો મોબાઇલ વિશ્વાસુ ડ્રાઇવરનેય પકડાવી દેવામાં આવે. એ મા-બાપ જોડે વાત કરીએ તો કહે, “શોભા, આ તો મો...ટી સગવડ છે, યાર. આપણાં છોકરાં પર ચોવીસે કલાક આપણી નજર સામે રહે!” લ્યો દસ વર્ષના છોકરાં પર ‘નજર’ રાખવી પડે. એમાં કોનો દોષ? મા-બાપનો, મિત્રોનો કે વાતાવરણનો?

મેં તો મારાં બાળકોને મોબાઇલ નથી આપ્યા. (આ ‘૯૯ની સાલની વાત છે.) જો કે મારા મોબાઇલ પરથી એક વાર નાનકડી આનંદિતાને એની ફ્રેન્ડને ફોન જોડવાનુ બહુ જ થઇ ગયું હતું. ત્યારે મેં જોડવા દીધો હતો. અમે મોટરમાર્ગે મુંબઇથી અલીબાગ જતાં હતાં. ગાડીમાંથી મિત્ર સાથે વાત કરવાની એ ઘટના એ બાળકી માટે અત્યંત રોમાંચક બની ગઇ હતી! મને એની લાગણી બરોબર સમજાઇ હતી, કેમ કે અમે નાના હતાં ત્યારે અમારે ઘેર બાપુજી નવું- નવું ટોસ્ટર લાવ્યા હતાં, ચાંપ દબાવોને કડક ટોસ્ટ બહાર નીકળે! એ ચાંપ દબાવતાં મને એવો તો આનંદ થતો... આંગળીઓમાં એવી તો ઝણઝણાટી થતી!

અમારા જમાનામાં અમે મા-બાપ પાસે નવી પેન માગતા, રબર માગતા, પરીક્ષા પહેલાં ભૂમિતિનાં નવાં સાધનો માગતા. હવે તમે બધાં સીડી માંગો છો, ઇન્ટરનેટ અને લેપટોપ માંગો છો. બધું બદલાય છે અને છતાંય કાંઇ નથી બદલાતું! હા, પણ ફોનના નિયમો તો નહીં જ બદલાય હોં કે!

તમારી જ,

મા

Email smodi 1969 @ yahoo.co.in

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો