| બાબા રામદેવ - ‘યોગ ભગાવે રોગ’ |
|
|
|
| સંસ્કાર્ | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
ભ્રામરી પ્રાણાયામ ઊંડો શ્વાસ ભરી મધ્યમા આંગળીથી નાસિકાના મૂળમાં આંખની પાસે બંને બાજુથી થોડું દબાવો. અંગૂઠા દ્વારા બંને કાનોને બંધ કરી દો હવે ભ્રમરની જેમ ગુંજન કરતા હો તેમ નાદરૃપે ‘ઓમ’ નું ઉચ્ચારણ કરતાં શ્વાસ છોડો. આ ક્રિયા ફરીથી કરો. આ પ્રાણાયામ ઓછામાં ઓછો ત્રણ વખત કરો. વધુમાં વધુ ૧૧થી ૨૧ વખત કરી શકાય છે. મનમાં એ દિવ્ય સંકલ્પ કે વિચાર હોવો જોઇએ કે મારા પર ભગવાનની કરૃણા, શાંતિ અને આનંદ વરસી રહ્યો છે. પદ્માસન દંડાસનમાં બેસી જમણા પગને ડાબા પગની જાંઘ પર રાખો. એ જ રીતે ડાબા પગને જમણી જાંઘ પર સ્થિર રાખો. મેરૃદંડ સીધો રાખો. અનુકૂળતા માટે ડાબા પગને પગની જાંઘ પાસે અને જમણા પગને ડાબા પગની જાંઘ પર સ્થિર કરી શકો છો. બંને હાથની અંજલિ બનાવી (ડાબો હાથ નીચે જમણો હાથ ઉપર) ખોબામાં રાખો. નાસિકા કે કોઇ એક સ્થાને મનને કેન્દ્રિત કરી ઇષ્ટદેવ પરમાત્માનું ધ્યાન ધરો. શરૃઆતમાં એક- બે મિનિટ સુધી કરો. ધીરે- ધીરે સમય વધારો. વજ્રાસન બંને પગને વાળીને નિતંબ નીચે એ રીતે રાખો કે જેથી પગની એડીઓ બહારની તરફ નીકળે અને પંજા નિતંબને અડેલા રહે. આ સ્થિતિમાં પગના અંગૂઠા એકબીજાને અડેલા રહેશે. કમર, ગ્રીવા અને માથું સીધું રાખો ઘૂંટણ ભેગા રાખો. હાથને ઘૂંટણ પર રાખો. શવાસન ભિૂમ પર સીધા સૂઇ જાઓ. બંને પગમાં લગભગ એક ફૂટનું અંતર રાખો. અને બંને હાથને પણ પગથી થોડે દૂર રાખી હાથને ઉપરના તરફ ખુલ્લા રાખો. આંખો બંધ, ગરદન સીધી અને શરીરને એકદમ સીધું તણાવરહિત રાખો. ધીરે ધીરે ચાર- પાંચ ઊંડા શ્વાસ ભરો- છોડો. ભગવાનની દિવ્યતા તથા તમારા મનને શ્વાસ લેવા, છોડવા પર કેન્દ્રીત કરી દરેક શ્વાસોચ્છવાસની સાથે એમનો માનસિક જપ કરવો જોઇએ. શ્વાસને અંદર ભરો અને બહાર છોડતાં ઓમનું અર્થપૂર્વક ધ્યાન કરો. સિદ્ધાસન દંડાસનનાં બેસી ડાબા પગને વાળી એડીને ગુદા અને ઉપસ્થેન્દ્રિયના મધ્ય ભાગમાં રાખો. જમણા પગની એડીને ઉપસ્થેન્દ્રના ઉપરના ભાગ પર સ્થિર રાખો. પગના પંજા, જાંઘ અને પિંડલીની વચ્ચે રહે. ઘૂંટણ જમીન પર ટેકવેલા હોય. બંને હાથ જ્ઞાાન મુદ્રા (તર્જની અને અંગૂઠાના અગ્રભાગેને સ્પર્શ કરીને રાખો, બાકીની ત્રણ આંગળીઓ સીધી રહે)ની સ્થિતિમાં ઘૂંટણ પર ટેકવેલા હોય. મેરુદંડને સીધો રાખો. આંખો બંધ કરી ભૂમધ્યમાં મનને એકાગ્ર કરો.
Set as favorite
Bookmark
Email This
Hits: 110 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| अगला > |
|---|