| રાકેશ રોશનની ફિલ્મમાં હૃતિક અને સોનમની જોડી જમાવવાની કોશિશ |
|
|
|
| ગપસપ | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
આ અંગે સુમાહિતગાર સાધનોએ જણાવ્યું હતું કે, 'ફિલ્મક્રાફ્ટના બેનર હેઠળ બનનારી ફિલ્મ માટે રાકેશ રોશન સોનમને સાઈન કરવા માગે છે, એ જાણીને જ અનિલને અનેરો રોમાંચ થયો હતો. તેણે તરત જ સોનમને હૃતિક રોશન સામે લેવાની પરવાનગી આપી દીધી હતી.' 'રાકેશ રોશને 'સાંવરિયા' ફિલ્મ જોઈ છે અને એ ફિલ્મમાં સોનમનો અભિનય જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. તેઓ એમ માને છે કે સોનમ ઉત્કૃષ્ટ અભિનેત્રી છે. તે એમ પણ માને છે કે તેનાં પુત્ર સાથે સોનમ કપૂરની જોડી સારી લાગશે. અભિષેક બચ્ચન અને સોનમ કપૂરની જોડી 'દિલ્લી ૬' નામની ફિલ્મમાં આવવાની છે, એ જોડી લોકપ્રિય થાય તે અગાઉ હૃતિક રોશન અને સોનમની જોડી લોકપ્રિય થાય એવી તેની ઇચ્છા છે,' એમ આ સાધને વધુમાં જણાવ્યું હતું.
આ અંગે રાકેશ રોશનનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો નહોતો કે ઇન્કાર પણ કર્યો નહોતો. તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે, 'હજી તો હું એ ફિલ્મની પટકથા પર ધ્યાન આપી રહ્યો છું.'દરમિયાન, હૃતિક રોશનનો આજે (ગુરુવાર, તા. ૧૦મી જાન્યુઆરીએ) જન્મદિવસ છે. તે આજે ૩૪ વર્ષનો થયો છે. આજે હૃતિક રોશનના જૂહુમાંના નિવાસસ્થાને એક નાનકડા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Set as favorite
Bookmark
Email This
Hits: 77 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|