• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
'પરદેસ ગર્લ' મહિમા ચૌધરી ફરી બોલીવૂડમાં કારકિર્દી જમાવવા સજ્જ થઈ છે पी.डी.एफ़ छापें ई-मेल
ગપસપ
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

mahima.jpgગંભીર અને સંબંધો પર આધારિત ફિલ્મોની ઓફરો મળે છે પણ મને તેમાં રસ નથી ઃ મહિમા

માતા બન્યા બાદ વજન ઘટાડી ચૂકેલી મહિમા પોતાનું અગાઉનું ૪૮ કિલો વજન પાછું મેળવવા કૃતનિશ્ચયી છે. તેણે કહ્યું હતું કે, 'મારી દીકરીને મોટી થતી જોવાનો સમય હું માણી રહી છું. તે ખૂબ સુંદર છે. ઓરિઆના એક બાફેલા ઈંડા જેવી દેખાય છે, હું તેને કટોરી કહું છું. તે મહદઅંશે મારા જેવી છે. જરાય ગભરાતી નથી અને એકદમ બિન્દાસ છે.' પુત્રીની દેખભાળમાં વ્યસ્ત ન હોય ત્યારે મહિમા દેશમાં સ્ટેજ શો અને જાહેરાતના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. તે ઉત્સાહભેર કસરત કરે છે, કિક- બોક્સિંગ શીખે છે અને પોતાને મળતી વિવિધ ઓફરો વિશે વિચારે છે.
પણ વર્ષો અગાઉ સુભાષ ઘાઈની ફિલ્મ 'પરદેસ' દ્વારા બોલીવૂડમાં પ્રવેશેલી આ અભિનેત્રી જે મળે તે ઓફર સ્વીકારવા તૈયાર નથી. મહિમાએ જણાવ્યું હતું કે, 'મને ગંભીર અને સંબંધો પર આધારિત ફિલ્મોની ઓફરો મળે છે. પણ મને તેમાં રસ નથી. મને રોમેન્ટિક કોમેડી કે 'કિલ્લ બિલ્લ' જેવી મારધાડવાળી ફિલ્મો કરવી ગમે છે.

તેણે જણાવ્યું હતું કે, તેનો આર્કિટેક્ટ પતિ બોબી મુખર્જી તેના અભિનય કરવાના નિર્ણયને ટેકો આપે છે. 'જો હું ઘરે બેસી રહું અને મારી દુનિયા તેનામાં જ સમાઈ જાય, તો હું કકળાટિયો બની જઈશ અને સતત તેને પજવતી રહીશ, એવું તેને લાગે છે, એમ મહિલાએ કહ્યું હતું. સફળ સ્ત્રીઓ હંમેશાં પરિણીત પુરુષોને જ કેમ પસંદ કરે છે? એ અંગે મહિમાએ જવાબ વાળ્યો હતો કે, 'હું અભિનેત્રીઓ વિશે કહી શકું. વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી મોટાભાગની અભિનેત્રીઓને યોગ્ય વ્યક્તિ મળતી નથી. અન્ય યુવતીઓ કરતાં અભિનેત્રીઓ ઝડપથી પરિપકવ બની જાય છે, કેમકે, અમે ઘણાંબધા લોકોના પરિચયમાં આવીએ છીએ. અસફળ સંબંધોમાં પણ અમારો વાંક હોય છે. આવા સંજોગોમાં અભિનેત્રીઓ પરિણિત પુરુષ પ્રત્યે આકર્ષાય છે અને જલદીથી તેમની સાથે ભળી જાય છે કેમકે બંનેના અનુભવો સરખા હોય છે અને બંને પરિપકવ હોય છે. મેં વગર વિચાર્યે લગ્ન કરી નાખ્યાં હતાં, પણ મને ખુશી છે મેં કર્યાં અને હું લગ્ન જીવન માણી રહી છું.'

મહિમા એ વાતે ખુશ છે કે, બોબીએ તેમના સંબંધોમાં તેને મોકળાશ આપી. તેણે કબુલ્યું હતું કે, 'તે ખૂબ મુસાફરી કરે છે. તેથી મોટાભાગે વિક એન્ડ મહત્ત્વના તહેવારો વખતે અમે બંને સૌથી વધુ સમય સાથે જ રહીએ છીએ. અમારા સંબંધોમાં બોબી મારા કરતાં વધુ ભોગ આપે છે. તેને પણ નિષ્ફળ લગ્નજીવનનો અનુભવ થઈ ચૂક્યો હોવાથી તે હવે વધારે જતું કરવાની તકેદરી રાખે છે. આ વખતે ધ્યાન રાખશે અને હું ખુશ છું. તેના જેવી વ્યક્તિ મળી તેથી હાલમાં તો નવું લગ્નજીવન નવજાત સારાંશ એટલો જ કે આશા અમર છે. ક્યારેય નિરાશ ન થવું!

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો