સ્વ.અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે શ્રી ભરત પંડ્યા દ્વારા વિશેષ લેખ
December 24, 2020
ભરત પંડયા
તા.૨૫મી ડિસેમ્બર શ્રી અટલજીનો જન્મદિવસ.
અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે,
“હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,
નયે મોડ પર ઔરો સે કમ,સ્વયં સે જ્યાદા લડતા હું,”
અટલજીના મૃત્યુ પછીનો ત્રીજો જન્મદિવસ
અટલજી દેહસ્વરૂપે ગયાં. પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે. તેમણે પોતાના વ્યક્તિત્વ,કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હ્યદયમાં રાજ કર્યું છે.
પ્રારંભીક જીવનઃ
અટલજીનું જીવન શુભારંભ અને અંત બન્નેમાં કૃષ્ણનો સંયોગ
અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં,કૃષ્ણબિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦-કૃષ્ણમેનન માર્ગ,દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ સંગ જ રહ્યો.
પિતાજી કૃષ્ણબિહારી વાજયેપી ગ્વાલિયારમાં અધ્યાપક હતાં ત્યારે એ વખતે શિંદેની છાવણીમાં તા.૨૫મી ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ અટલજીનો જન્મ થયો હતો.
રાજનૈતિક જીવન..
મહાવીર રામચંદ્રની અમર કૃતિ “વિજય પતાકા” ને વાંચીને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ગ્વાલીયરમાં,કાનપુરમાં ભણ્યાં. એમ.એ. વિથ પોલીટીકસ કર્યું. આર.એસ.એસ.માં જોડાયા ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયાની જે મહાત્મા ગાંધીજીએ લડાઈ લડી એમાં ૨૪ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યાં. ૧૯૫૧માં જનસંઘની સ્થાપના સમયે સદસ્ય રહ્યાં. વર્ષ ૧૯૫૫માં લોકસભા હાર્યા પછી ૧૯૫૭માં ઉત્તરપ્રદેશના બલરામપુર, ગોડા જીલ્લામાં વિજય થયાં. ૧૯૫૭ થી ૧૯૭૭ સુધી સતત ૨૦ વર્ષ એ સંસદીય પક્ષના નેતા રહ્યાં.
પંડિત દિનદયાળજીના અવસાન પછી ૧૯૬૭ થી ૧૯૭૩ સુધીએ જનસંઘના અને 1980 થી 1986 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યાં.
શ્રી મોરારજી દેસાઈની સરકારમાં ૧૯૯૭૭માં વિદેશ મંત્રી રહીને ભારતનું માન-સન્માન અને ગૌરવ વધાર્યું હતું.
તા.૧૬ મે, ૧૯૯૬માં પ્રથમવાર દેશના ૧૩ દિવસ માટે અને માર્ચ, ૧૯૯૮માં ૧૩ મહિના તેમજ ઓક્ટો-૧૯૯૯ થી તા.૨૨ મે ૨૦૦૪ સુધી ત્રીજી વાર પાંચ વર્ષ માટે દેશના પ્રધાનમંત્રી બન્યાં હતાં. શ્રી અટલજી લોકસભામાં ૯ (નવ) અને રાજ્યસભામાં ૨ (બે) વાર આમ, કુલ ૧૧ વાર સંસદસભ્ય પદે રહ્યાં છે.
વર્ષ ૧૯૭૪માં નવર્નિમાણ આંદોલન સમયે એમને ગુજરાત આવવાનું થયું અને એ વખતે એરપોર્ટ ઉપર લેખક,ચિંતક એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાને એક પત્ર અટલજીએ આપ્યો. પત્રમાં એક લેખ સાથે નાનકડી કવિતા પણ લખી હતી. એ લેખમાં “મુજે મોરારજી દેસાઈ સે મોહબ્બત હો ગઈ” એવું ટાઈટલ હતું. તેમાં એક કડી લખી હતી. “નજર નીચી,કમર સીધી,ચમકતા રોફ સે ચહેરા, બુરા માનો, ભલા માનો વોહી તેજી,વોહી નખરા”
કટોકટી આવ્યાં પછી તો જેલમાં ગયા એમની પાસે પણ સમાધાનની વાત આવી. તો તે વખતે તેમણે પણ કહ્યું કે, “દાવ પર સબ કૂછ લગા હૈ,
રૂક નહીં સકતે,
ટૂટ સકતે હૈમગર હમ ઝૂક નહીં શકતે”.
કટોકટી પછી જનતા મોરચાની સરકાર બની. શ્રી પ્રધાનમંત્રીશ્રી મોરારજી દેસાઈ વખતે વિદેશ મંત્રી પણ બન્યાં અને ભારતનું માન-સન્માન ગૌરવ વધાર્યું.
તા.૦૬ એપ્રિલ ૧૯૮૦ – ભાજપની સ્થાપના
જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું. પરંતુ પછી જનતા મોરચો વિખરાઈ ગયો અને તા.૬ એપ્રિલ ૧૯૮૦માં મુંબઈની ચોપાટી ઉપર “સમતા નગર”માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના શ્રી અટલજીના પ્રવચનમાં બે વાત મને ખૂબ ગમી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સ્વીકાર્યા પછી તેઓ અધ્યક્ષના પદને કેવી રીતે માને છે? તેની વાત કરી હતી.
પ્રવચનમાં પહેલાં વાક્યોમાં
“ યહ પદ નહી,દાયિત્વ હૈ,
યહ પ્રતિષ્ઠા નહીં,પરીક્ષા હૈ,
યહ સત્કાર નહીં,ચુનૌતી હૈ
આપકે સંયોગ સે,જનતા કે સમર્થન સે મુજે યહ જિમ્મેદારી વહન કરને કી
ઈશ્વર મુજે શક્તિ દે,વિવેક દે.
હું આજે પણ “વિવેક” શબ્દની દિવ્યતા,ભવ્યતા,નમ્રતા,વિશાળતા ગજબ સમજણની અનૂભુતિ અનુભવી શકું છું.
પ્રવચનના અંતિમ વાક્યોમાં છેલ્લી કડીમાં કેટલો આત્મવિશ્વાસ હતો કે, “ભારત કે પશ્ચિમઘાટી કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે પર ખડે હોકર યહ ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હું કિ “અંધેરા હટેગા,સૂરજ નિકલેગા,કમલ ખિલેગા” અને ખરેખર કમળ ખીલવા લાગ્યું.
૧૯૯૬માં સોળ વર્ષ પછી કમળ ખિલ્યું તેઓ વડાપ્રધાન બન્યાં. પહેલાં ૧૩ દિવસ,૧૩ મહિના અને પછી ૫ (પાંચ) વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યાં હતાં. જયારે ચુંટણીમાં હાર થઈ ત્યારે તે વખતે તેમણે કહ્યું હતું કે,
“કયાં હાર મેં,ક્યાં જીત મેં,
કિંચિત નહીં,ભયભીત મેં
કર્તવ્ય પથ પર જો મિલા
યહ ભી સહી વો ભી સહી..
વરદાન નહીં માનુંગા
હો કૂછ પર હાર નહીં માનુંગા..
સર્વ માન્ય અને સર્વ પ્રિય નેતા.
શ્રી અટલજી કહેતાં … “છોટે મનસે કોઈ બડા નહીં હોતા,
ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા”.
૧૩ અને ૨૪ પાર્ટીના ગઠબંધન સાથે પ્રથમ બિનકોંગ્રેસી સરકારે પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કર્યાં. જે તેમનું સર્વ માન્ય નેતૃત્વ બતાવે છે. જયારે સામ્યવાદી નેતા સોમનાથ ચેરર્ટજી, જ્યોતિ બસુ, નવિન પટનાયક હોય કે મમતા, માયાવતી કે જયલલિતા હોય કે બાલઠાકરે હોય. દરેક રાજકીયનું નેતૃત્વ તેમને સ્વીકારતું અને તેમને સર્વ પ્રિય નેતા ગણતાં.
અટલજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજયસભામાં સાંસદ રહ્યાં. અટલજી સંસદસભ્ય ન હતાં ત્યારે ૧૯૮૪માં શ્રીમતિ ઈન્દીરા ગાંધીએ કહ્યું કે,“અટલજી કે બિના સંસદ સુના સુના લગતા હૈ”.
સામાન્ય રીતે યુનોમાં શાસકપક્ષના પ્રતિનિધીને મોકવામાં આવે છે પરંતુ નરસિંહમા રાવે યુનોમાં જીનીવા કોન્ફરન્સમાં મોકલ્યા ત્યારે કોંગ્રેસમાં વિરોધ થયો. નરસિંહમા રાવે કીધું કે,અટલજી કે બિના કાશ્મીર કે વિષયમે “કૌન અચ્છા બોલ શકતા હૈ ?”, “કૌન અચ્છી તરહ વિષય રખ શકતા હૈ”,અને અટલજી યુનોમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ કરનાર “ભારતીય નેતા” બન્યાં.
પાંચજન્ય હોય કે અર્જૂન હોય તેમાં પત્રકાર રહ્યાં અને તેઓશ્રી એક કવિ હતાં. તેમનામાં સેન્સ ઓફ હ્યુમર જોરદાર હતી. તેઓને યુનોમાં જતાં પહેલાં એક પત્રકારે અટલજીને પૂછ્યું ભારત-પાકિસ્તાનનો વિવાદ છે તમે પરર્વેઝ મુશર્ફ સાથે હાથ મિલાવશો ? અને એક જ સેકન્ડમાં એમણે પત્રકારને કહ્યું લો “મે તુમ્હારે સાથ હાથ મિલા લેતા હું.”
કેવા સંજોગો હતાં ?
કેવા સંજોગોમાં તેમણે કામ કર્યું. તેઓ જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે,“આપકે પૈર મેં ચંપલ ક્યું નહીં હૈ”,તો અટલજી કહ્યું કૈ “પૈસે નહીં તો પૈર મેં ચંપલ નહીં હૈ”,ત્યારે નાનાજીએ તેમને ૨-૩ રૂપિયા આપ્યાં. એક-બે મહિના પછી ફરી તેમનો પ્રવાસ થયો. તો ફરીથી પગલમાં ચંપલ ન હતાં અરે “અટલજી પૈર મેં ચંપલ ક્યુ નહીં હૈ”. અટલજીનો જવાબ હતો કે “વો તો પેટ મેં ચલે ગયે હૈ”. ચંપલ કરતાં જમવાનું અગત્યનું હતું એટલે તેમણે એ પૈસાનું ભોજન કરી લીધું. કેવો નિખાલસ,પ્રસન્ન જવાબ આપ્યો.
સ્વ.શ્રી અટલ બિહારી વાજપાઈજીનું વ્યક્તિત્વ…
અટલજીએ જોડવાનું કામ કામ કર્યું,
અટલજીએ માણસોને જોડ્યા, રાજકીય પક્ષોને જોડ્યા, પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના દ્વારા ગામડાઓની સડકોને જોડી, ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોની સડકોને જોડી અને ભારતની નદીઓને જોડવાના સંકલ્પ સાથે ભગીરથ પ્રયાસો શરૂ કર્યાં. એમણે જીવતા તો લોકોને જોડયાં પરંતુ મૃત્યુબાદ પણ લોકોને જોડયાં. ખરેખર દેશની રાજનીતિનો એક રાજકીય ધ્રુવ તારો ખરી ગયો.
એમણે પોતાના વ્યક્તિત્વ,કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાનાં હૃદયમાં રાજ કર્યું છે.
કોઈ એમને” ગ્રેટ સન ઓફ ઈંડિયા” કીધાં તો કોઈએ તેમને “રાજકીય ધ્રુવ તારો” કિધાં. જીવન અને મૃત્યુમાં બધાંને ભેગા કરી શકે એવું વિરલ વ્યક્તિત્વ વિચાર અને આચાર એકસરખાં હતાં એટલે આ શક્ય બન્યું.
પોખરણ અને કારગીલ યુદ્ધ – “શાંતિ” – “ક્રાંતિ”ના પ્રણેતા
અટલજી “શાંતિ” અને “ક્રાંતિ” એમ બન્નેમાં બેલેન્સ રાખી શકતા હતાં. નિખાલસ હતાં.સત્ય,પ્રેમ અને સક્રિયતા તેમનામાં હતી. લાહોરની બસ સેવા શરૂ કરી પાડોશી સાથે સંબંધો રાખવાનો પ્રયાસ કર્યો. કારગીલ યુદ્ધ વખતે તેમણે જડબાતોડ જવાબ આપ્યો. ટાઈગર હીલ છેલ્લી જીતી તે વખતે પરર્વેઝ મુશરફ અમેરિકા જતા રહ્યાં તેમણે બિલ ક્લિન્ટને ફરિયાદ કરી. ત્યાંથી બિલ ક્લિન્ટનો ફોન આવ્યો કે તમે પણ અમેરિકા આવો આપણે પણ વાતો કરીએ. અટલજી કહ્યું કે,“મેં અમેરિકા સે મધ્યસ્થી નહીં ચાહતા હું”. અનેક પ્રતિબંધો આવ્યાં તેમ છતાં દેશનાં સ્વાભિમાન માટે અડગ રહ્યાં રાજકીય પુરુષના નિર્ણયને જ્યોતિ બસુ એ પણ અભિનંદન આપીને સ્વીકાર્યો.
પોખરણ વખતે અણુ ધડાકો કર્યા ત્યારે અમેરિકાની કોઈ જાસુસી સંસ્થાને પણ કોઈ જાણકરી મળી શકી ન હતી. તેનો અમેરીકાને હજૂપણ આઘાત રહી ગયો છે.
કભી થે અકેલે, હુએ આજ ઈતને, નહીં તબ ડરે, તો ભલા અબ ક્યા ડરેંગે
વિરોધો કે સાગરમેં ચટ્ટાન હૈ હમ, જો ટકરાયેંગે, મોત અપની મરેંગે
લિયા હાથ મેં ધ્વજ, કભી નહીં ઝૂકેગાં, કદમ બઢા રહા હૈ, કભી ન રૂકેગાં
અમેરીકા યા સંસાર ભલે હી હો વિરૂદ્ધ, કાશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝૂકેગાં
એક નહી, દો નહીં કરો બીસો સમજોતે, પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝૂકેગાં.
ગુજરાત સાથેના સંભારણા
ગુજરાત સાથે તો તેમના અનેક સંભારણા હતાં. તા.૦૮ જૂલાઈ ૧૯૮૪માં સાબરકાંઠાના તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અનાવરણ વિધી હતી. નગરપાલિકા ભાજપની હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર કોંગ્રેસની હતી પણ વિવાદ હતો કે આ જમીન કોની હદમાં આવે છે ? અને એટલા માટે પ્રતિમાને ઘણાં સમય સુધી ઢાંકીને રાખવામાં આવેલી. અટલજી એની અનાવરણ વિધિમાં આવ્યા. કોઈ પક્ષા-પક્ષીની વાત નથી, કોઈપણ સંબોધનની વાત નહીં. પહેલું જ વાક્ય વરસતા વરસાદમાં છત્રીથી આચ્છાદિત હજારો લોકોની ઉપસ્થિતિનું એ દ્રશ્ય અને એ ગુંજ હજુ પણ મને યાદ છે. ત્યારે તેમને પહેલું જ વાક્ય કીધું કે,“ચાહે યે જમીન નગરપાલિકા કી હો યાં જીલ્લા,તાલુકા પંચાયત યા રાજય સરકાર કી હો લેકિન સપૂત તો હિન્દુસ્તાન કા હૈ“, તેમની એક રાષ્ટ્રીય મહાપૂરૂષને જોવાની દૃષ્ટિ કેવી હતી. તેનું આ ઉદાહરણ છે.
કચ્છ સત્યાગ્રહ
કચ્છમાં જયારે છડા બેટ પાકિસ્તાનને સોંપવાની વાત થઈ ત્યારે વિલસન કરાર મુજબ આંદોલન શરૂ થયું. મધુ લીમયે થી માંડીને જ્યોર્જ ફર્નાન્ડિઝ,ચિમનભાઈ શુકલ,કેશુભાઈ પટેલ,જગન્નાથરાવ જોષી અનેક આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહ શરૂ થયો. એ વખતે હેમાબેન આચાર્ય અગિયાર બહેનોને લઈને ગયાં હતાં. શ્રી નારસિંહભાઈ પઢીયારના પત્ની જીકુબેન અને એની આઠ મહિનાની દીકરી ગીતાને લઈને ગયાં હતાં ત્યારે અટલજીએ નાનકડી દીકરી એને ઊંચકીને સ્ટેજ ઉપર કહ્યું કે “યહ ભી સત્યાગ્રહમે સામિલ હૈ”.
અટજી જયારે કાંકરિયા આવેલા રાત્રે બે વાગે સભા અને કાર્યકર્તાઓ કહે કે “તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” તો તેમની સેન્સ ઓફ હ્યુમર કેવી. “અબ આગે બઢુંગા તો ગીર જાઉંગા”. આ તેમનું ભાષણનું પહેલું વાકય કીધું આ દૃશ્ય અમને યાદ છે.
સ્વ.અટલજીના અસ્થિ સ્પંદનો
સોમનાથ ત્રિવેણી સંગમ,ચાણોદ ત્રિવેણી સંગમ અને સાબરમતીમાં આમ ત્રણેય સ્થાન પર સ્વ.શ્રી અટલજીના અસ્થિને સ્પર્શ કરીને નદીમાં વિસર્જન કરવાની અલૌકિક અનુભૂતિ જીંદગીમાં કયારેય ભૂલી શકશે નહીં.
અનેક રાજયોમાં સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં આપણી સરકાર હોય ત્યારે આવી લીલી વાડીને મુકીને ગયાં પરંતુ આજે લોકોના હૃદયમાં અટલજી રહ્યાં છે તેની અનુભૂતિ અમે પણ જોઈ રહ્યા છીએ. અટલજીની અસ્થિને સ્પર્શ કર્યો ત્યારે અમારા મનોમસ્તિક અને દિલોદિમાગમાં ભારતના નકશાને જોઇને તેમની કલ્પના એક રાષ્ટ્ર પુરૂષ ઊભો છે તેવી તેમની કવિતાનું સ્મરણ થયું. મારી પ્રિય કવિતાની બે પંક્તિ…
भारतजमीनकाटुकडानहीं, भारतएकजीता-जागताराष्ट्रपुरुषहै।
हिमालयउनकामस्तकहै,गौरीशंकरउन्कीशिखाएंहै।
काश्मीरउन्कीकिरीटहै, पंजाबऔरबंगालदोमजबूतभूजाएंहै।
दिल्हीउन्कादिलहै,
विन्ध्याचलकटीहै,
नर्मदाकरधनीहै।
कन्याकुमारीईसकेचरणहै,सागरउन्कोपखारताहै।
પ્રિયકાર્યકર્તાઓને,
हास्य-रुदनमें, तूफानोंमें
अगरअसंख्यकबलिदानोंमें
उद्यानोंमें, वीरानोंमें
अपमानोंमें, सम्मानोंमें
उन्नतमस्तक, उभरासीना
पीड़ाओंमेंपलनाहोगा….कदममिलाकरचलनाहोगा
उजियारेमें, अंधकारमें
कलकहारमें, बीचधारमें
घोरघृणामें, पूतप्यारमें
क्षणिकजीतमें, दीर्घहारमें
जीवनकेशत-शतआकर्षक
अरमानोंकोढलनाहोगा….कदममिलाकरचलनाहोगा
મૃત્યુના અંગે એમની એક કવિતાની કડી હતી કે,
ઈતના હી કાફી હૈ,અંતિમ દસ્તક પર,
ખુદ દરવાજા ખોલે,
જયારે ભાવુક બનીને આ કડી કીધી ત્યારે નરસિંહમા રાવે કીધું કે,
“અટલજી મૃત્યુ કી બાત ન કરે,દેશ કો આપકી બહુત જરૂરત હૈ.
બસ હવે અટલજી ગયાં,પરંતુ તેમનાં જીવન- કર્મ અને કવિતા-મર્મ ઐતિહાસિક સ્મરણ રહેશે.
(લેખક- ગુજરાત ભાજપ મુખ્ય પ્રદેશ પ્રવક્તાઅને પૂર્વ ધારાસભ્ય)
Recent Stories
- BJP wins Vav assembly by-election in Banaskantha
- Progress update of Vadodara - Dahod - MP Border section of Delhi-Mumbai Expressway
- Thaltej Gam Metro Station ready; likely to open in December 2024
- Over 5 lakh tourists visit Rani ki Vav in Gujarat in two years
- Vav Assembly seat by-election 2024 live results
- Gujarat ministers hold 4 group discussions in Chintan Shivir at Prabhas Patan
- Experts from Kochi visit Surat for feasibility survey of water metro along Tapi