યુદ્ધના મેદાનમાં શાસ્ત્રના સર્જનનું ઉદાહરણ માત્ર ભારતીય સંસ્કૃતિમાં છેઃ નરેન્દ્ર મોદીનો 2009નો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ  “યુદ્ધના મેદાનમાં, શસ્ત્રોની વચ્ચે શાસ્ત્રનું સર્જનનું ઉદાહરણ સમગ્ર માનવજાતિના ઈતિહાસમાં ભારત સિવાય ક્યાંય જોવા મળતું નથી…” આવા નિવેદન સાથેનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક વીડિયો આજે દશેરાના દિવસે વાયરલ થયો છે.

વાસ્તવમાં આ વીડિયો છેક 2009નો છે. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તે સમયે દશેરાના એક કાર્યક્રમાં સામેલ થયા હતા અને ત્યારે દશેરાના દિવસે હિન્દુઓ દ્વારા કરવામાં આવતી શસ્ત્રપૂજાના સંદર્ભમાં તેમણે આ અદ્દભૂત વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “હમારે યહાં શાસ્ત્ર કી ઉપાસના હોતી હૈ, ઔર શસ્ત્ર કી ભી ઉપાસના હોતી હૈ. દુનિયામાં કભી એસી ઘટના નહીં ઘટી હૈ કી યુદ્ધ કે મૈદાન મેં શાસ્ત્ર કી ચર્ચા હો. અકેલા ભારત એક એસા દેશ હૈ જહાં મહાભારત મેં કુરુક્ષેત્ર કે યુદ્ધ કે સમય પુરી (ભગવત્) ગીતા કા જન્મ હુઆ. યાને હાથ મેં શસ્ત્ર હૈ, આંખે લાલ-પીલી હો ચૂકી હૈ, મરને-મારને પર લોગ ઉતારુ હૈ, આસુરી શક્તિ કો પરાશ્ત કરને કે લિયે દૈવી શક્તિ પૂરી તરહ પ્રતિબદ્ધ હૈ, ઉસકે બાવજૂદ, ઉસ સમય ભી ભગવાન શ્રીકૃષ્ણ ગીતા કે માધ્યમ સે – શાસ્ત્ર કે માધ્યમ સે આસુરી શક્તિઓઁ કા પરાજય ક્યોં હોના ચાહિયે, દૈવી શક્તિ કા વિજય ક્યોં અનિવાર્ય હૈ- ઉસ વિષય પર બડે મનોયોગ સે પૂરી ગીતા કી રચના કી. ક્યા કભી યુદ્ધ કે મૈદાનમેં, શસ્ત્રો કે બીચ મેં ઈસ પ્રકાર કે શાસ્ત્રોં કા નિર્માણ હો સકતા હૈ? ઈસી દેશમેં હો સકતા હૈ જહાં શસ્ત્રો કા ભંડાર થા ઔર વહીં પર શાસ્ત્ર કા જન્મ હુઆ. ઔર ઇસલિયે હમારે યહાં શસ્ત્ર ભી શાસ્ત્ર સે પ્રતિબંધિત હૈ. હમારે યહાં શસ્ત્ર કા દૂરુપયોગ કરને કા અધિકાર મનુષ્યકો નહીં દીયા ગયા હૈ. પશુ કે ખિલાફ ભી નહીં દીયા ગયા હતા. શસ્ત્ર કા સહી ઉપયોગ આતતાયીઓ સે આમ આદમી કી રક્ષા કરને કે લિયા કરના હૈ, ઔર ઈસલિયે શસ્ત્ર પૂજા સે ઉસ દૈવી ભાવ કો પ્રતિવર્ષ જગાને કી પરંપરા હમારે દેશમેં ચલતી હૈ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 13 વર્ષ પહેલાંનો આ વીડિયો અને તેમાં કહેવામાં આવેલી વાત આજે પણ એટલી જ સાર્થક છે જે દશેરા અર્થાત વિજયા દશમીનો મૂળ અર્થ અને ભાવ વ્યક્ત કરે છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો