2003ના સૌપ્રથમ શાળા પ્રવેશોત્સવમાં નરેન્દ્રભાઈના હસ્તે  શાળામાં પગલી પાડનાર બાળકોએ વડાપ્રધાનનું સ્વાગત – અભિવાદન કર્યું

અડાલજઃ   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગરના અડાલજથી દેશના સૌથી મોટા મિશન સ્કૂલ ઓફ એકસેલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સ્વાગત સત્કાર વખતે વર્ષ 2003માં શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત  આદિવાસી વિસ્તારનાં જે બાળકોનો તેમના હસ્તે શાળાપ્રવેશ થયેલો, એ  દીકરા-દીકરીઓ દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત – અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ ભાવવિભોર થઈને શ્રી નરેન્દ્રભાઈને વંદન કરેલા અને વડાપ્રધાનશ્રીએ તેમના માથે હાથ મૂકી શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા.

વડાપ્રધાનશ્રીએ આ ક્ષણને વાગોળતાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં આદિવાસી વિસ્તારથી જ્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી ત્યારે ગામડે ગામડે ઘરે ઘરે જઇને તેમના વાલીઓ પાસે બાળકોના, ખાસ કરીને દીકરીઓને શિક્ષણ અપાવવાની ભિક્ષા માગી હતી. આજે  એ તમામ વાલીઓએ બાળકોને ભણાવી-ગણાવીને તથા પગભર બનાવીને મને સપ્રેમ ભિક્ષા આપી છે.

વર્ષ 2003ના પ્રથમ શાળા પ્રવેશોત્સવ વખતે જે વિદ્યાર્થીઓનું શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, તે દીકરા-દીકરીઓ આજે ઉચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને પગભર બન્યાં છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો