મોદીનો જન્મ OBCમાં થયો નથી એવું રાહુલ ગાંધીનું નિવેદન મૂર્ખતાની પરાકાષ્ઠા છે
February 10, 2024
(લેખકઃ ભરત પંડયા)
~ કોંગ્રેસ કોઈપણ માટે કંઈ પણ બોલી શકે છે. જે કોંગ્રેસે “ભગવાન શ્રી રામનો જન્મ થયો જ નથી અને તે એક કાલ્પનિક પાત્ર છે. ” આવી એફિડેવિટ સુપ્રિમ કોર્ટમાં કરી શકતી હોય તો તે કોંગ્રેસ શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે કંઈ પણ કહી શકે છે.
~ સોમનાથ મંદિર અને નેહરૂ પરિવારઃ શ્રી રાહુલ ગાંધીનો ધર્મ ક્યો છે ? તે બાબતે હજૂ તેઓ મૂંઝવણમાં છે. હું એટલા માટે કહી રહ્યો છું કે, તા.29.11.2017ના રોજ તેઓ સોમનાથ મંદિરની મુલાકાતે ગયાં ત્યારે તેમણે પોતાનું નામ બિનહિન્દુ રજીસ્ટરમાં લખાવ્યું હતું. સોમનાથ મંદિરની પરંપરા છે કે, કોઈપણ બિનહિન્દુએ સોમનાથ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો પ્રવેશ પહેલાં બિનહિન્દુ રજીસ્ટરમાં નામ નોંધાવીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. તેમણે બિનહિન્દુ રજીસ્ટરમાં નામ લખાવીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
~ શ્રી સરદાર પટેલની મહત્વની ભૂમિકા સાથે બનેલ સોમનાથ મંદિરની વર્ષ 1951માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઈતિહાસ સાક્ષી છે કે શ્રી નહેરુજીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને સોમનાથ જવાની મનાઈ કરી હતી અને રસપ્રદ વાત એ છે કે 1951 પછી 66-67 વર્ષમાં નેહરુ પરિવારનો કોઈ સભ્ય સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યો ન હતો અને 2017માં રાહુલ ગાંધીએ બિનહિંદુ રજીસ્ટરમાં નામ લખીને મંદિરની મુલાકાત લીધી હતી.
~ રાહુલ ગાંધીની જ્ઞાતિ કઈ છે ? શું તેમના પરિવારની અટક ગાંધી હતી ?
તેમણે ગાંધી અટક કયાંથી ? કેવી રીતે અને કેમ લીધી ? પ્રિયંકા વાડ્રા ગાંધી કેમ લખાવે છે ? તેમણે જનતાને જણાવવું જોઈએ.
~ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ અતિગરીબ પરિવારમાં થયો હતો. માતા આજૂબાજૂના ઘરોમાં ઘરકામ કરીને તેમજ પિતા વડનગર રેલ્વે સ્ટેશન ઉપર ચાની દૂકાનમાંથી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં અને શ્રી નરેન્દ્રભાઈ બાળપણમાં રેલ્વે સ્ટેશન પર ચા વેચીને પિતાને મદદ કરતાં હતાં. આ વાત આખી દુનિયા જાણે છે. રાહુલ ગાંધી સોના-ચાંદીના ચમચીવાળા સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હોવાને કારણે તેઓ ગરીબ OBC નેતાની ઈર્ષ્યા-નફરત કરે છે.
શ્રી નરેન્દ્ર મોદી અને OBCનું સત્યઃ
~ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ વર્ષ 1950માં થયો હતો ત્યારે દેશમાં અનામતની માત્ર SC/ST કેટેગરી અમલમાં હતી. જયારે અન્ય પછાત જાતિઓના મંડલ આયોગની સ્થાપના માટેની સૂચના તા.01.01.1978ના રોજ આપવામાં આવી. વર્ષ 1980માં બિન્દેશ્વર પ્રસાદ મંડલે આયોગને રીપોર્ટ આપ્યો. તેના 10 વર્ષ પછી 105 જાતિઓને OBC. અનામત આપવાની ભલામણ કરવામાં આવી. વર્ષ 1990માં શ્રી વી.પી.સિંહની સરકારે તેને અમલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના ઉપર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો. ત્યારબાદ તા.16મી નવેમ્બર 1992ના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા 1 લાખ રૂ.ની આવક મર્યાદામાં 27 ટકા સરકારી નોકરીઓમાં અનામત આપવાનું જજમેન્ટ આવ્યું. વર્ષ 1993માં ઓફિશીયલ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ સંસદમાં પસાર કર્યો અને NCBCની સ્થાપના થઈ હતી.
~ ગુજરાતમાં વર્ષ 1972માં ન્યાયાધીશ શ્રી એ.આર.બક્ષી દ્વારા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કમિશનની રચના કરીને વર્ષ 1976માં “બક્ષીપંચ” નો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કર્યો. વર્ષ 1978માં શ્રી બાબુભાઈ પટેલની સરકારે 82 જ્ઞાતિઓને OBCના અનામત માટેનો સ્વીકાર કર્યો. જેમાં 1994માં 121 અને 2012માં 146 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
1994માં કોંગ્રેસના સમર્થનવાળી શ્રી છબીલદાસ મહેતાની જનતાદળની સરકારે કેન્દ્રના મંડલના આધારે મોઢ-ઘાંચી જાતિનો OBCમાં કરવામાં આવ્યો. ત્યારથી મોદી સમાજ OBCમાં છે. તે સત્ય હકિક્ત છે.
રાહુલ-કોંગ્રેસને ઈતિહાસના આ પ્રકારનું સત્ય દેખાતું નથી અને સતત જૂઠ્ઠાણાઓ ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરીને બુદ્ધિનું પ્રદર્શન કરે છે.
~ રાહુલ-કોંગ્રેસને મોદી-OBC સામે નફરત કેમ ?
રાહુલ ગાંધીએ પહેલાં સમગ્ર મોદી જ્ઞાતિ વિશે અપમાનજનક આક્ષેપો કર્યાં. જેના કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા કરી ફટકારતા તેમનું સંસદસભ્ય પદ સુપ્રિમ કોર્ટ દ્વારા રાહત મળવાથી બચી ગયું હતું. એટલે હવે, મોદી સમાજથી આગળ વધીને સમગ્ર OBC જ્ઞાતિને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
~ OBC અનામતમાં પહેલાં 1 લાખની આવક મર્યાદા હતી. જે વધારીને વર્ષ 2015માં શ્રી મોદી સરકારે 8 લાખ રૂ.આવક મર્યાદા કરીને આર્થિક-સામાજીક પછાત જ્ઞાતિઓ પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ દાખવી હતી.
ઈતિહાસ સાક્ષી છે કે, વર્ષ 2017માં શ્રી મોદી સરકારે OBCને સંવૈધાનિક દરજ્જો આપવા માટેનું બિલ રાજયસભામાં મૂકવામાં આવ્યું ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો અને તેને અટકાવવાનું પાપ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2018માં લોકસભામાં બહુમત દ્વારા પસાર કરવામાં આવ્યું. બસ ત્યારથી, કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે એટલે તે વ્યક્તિગત શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર, તેમની જ્ઞાતિ ઉપર અને હવે, સમગ્ર OBC સમાજ અપમાનિત થાય તે પ્રકારના જૂઠ્ઠા આક્ષેપો અને ષડયંત્રો કરી રહી છે. OBC પરિવારમાંથી આવેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના સમગ્ર OBC સમુદાયને નફરતની નજરે જોવાની રાહુલની વિકૃત માનસિકતા આ આ નિવેદનમાં છતી થઈ છે.
~ ગરીબ અને OBC પરીવારમાં જન્મેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી “સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસ”ના મંત્ર સાથે જનહિત કાર્ય કરે છે.
-
- શું રાહુલનું આ નિવેદનથી રામમંદિરના સુત્રાધાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારત અને વિશ્વના કરોડો લોકોના હૃદયને શું ઠેસ નહીં પહોંચે ?
- શું ‘સબકા સાથ-સબકા વિશ્વાસ’ના મંત્રને અમલમાં મૂકનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચાહકોને દુઃખ નહીં થાય ?
- શું આ ગુજરાત અને દેશના OBC સમુદાયનું અપમાન નથી?
- એક તરફ દેશના OBC સમુદાય માટે બંધારણીય ખરડો પસાર કરાવનાર શ્રી નરેન્દ્રભાઈ મોદી છે અને બીજી બાજુ રાજ્યસભામાં OBC બિલને અટકાવનાર કોંગ્રેસ-રાહુલ ગાંધી છે. આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધીના વિકૃત નિવેદનો સામે દેશની જનતા આક્રોશ વ્યક્ત કરીને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરશે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ આ વખતે લોકસભામાં ‘400થી વધુ’ બેઠકો મેળવશે.
સિકસરઃ
- કુલ 48 વર્ષથી કોંગ્રેસે શાસન કર્યું. શ્રી નહેરૂ-ગાંધી પરિવારમાંથી 3-3 પ્રધાનમંત્રી રહીને જેમણે પોતાના ઘરમાં 3-3 ભારત રત્ન જાતે લઈ લીધા છે, તેમના ઘરમાં પણ આ રાહુલ ‘રત્ન’ સમાન છે. તેમના વિચાર, નિવેદનો અને બુદ્ધિમત્તા ભારતના બાળકો કરતા પણ ઓછી હોય તેવું લાગે છે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે