કૉમનવેલ્થ રમતોમાં કાંસ્ય પદક જીતવાથી વ્યથિત પૂજાને વડાપ્રધાન મોદીએ હિંમત પૂરી પાડી

નવી દિલ્હીઃ કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન રેસલિંગમાં કાંસ્ય પદક જીતનાર ભારતીય રેસલર પૂજાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અને પારિવારિક વડાને જેમ પ્રત્સાહન આપ્યું હતું.

વાસ્તવમાં 50 કિલો ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ મેડલ નહીં જીતવા બદલ પૂજાએ જ્યારે મીડિયા સમક્ષ ખેદ વ્યક્ત કર્યો ત્યારે તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પૂજાને અસાધારણ પ્રોત્સાહન પૂરું પાડતા કહ્યું કે, “પૂજા, તને જે મેડલ મળ્યો છે તે ઉજવણી માટેનું પૂરતું કારણ છે, માફી માગવાની જરૂર નથી. તારું જીવન અમારા માટે પ્રેરણાદાયક છે, તારી સફળતા અમને આનંદિત કરે છે. આગળ જતાં તને મોટી સિદ્ધિઓ મળશે.”

વડાપ્રધાન આ ટ્વિટ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડીને નૈતિક હિંમત પૂરી પાડી હતી.

2019માં પૂજાએ વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપ દરમિયાન 53 કિલો કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.

આ વખત બર્મિંગહામમાં રમાઈ રહેલી રાષ્ટ્રકૂળ રમતોમાં પૂજાએ સ્કૉટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેક લેચિડિજો તથા કેમેરૂનની રેબેકા નદોતો મુમ્બોને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2021માં વડાપ્રધાન મોદીએ આલમ્પિક મેડલ ન મળવાથી વ્યથિત અન્ય એક ખેલાડી વિનેશ ફોગટને પ્રોત્સાહિત કરી હતી અને ફોગટ બાદમાં કોમનવેલ્થ રમતોમાં ચાલુ વર્ષે સ્વર્ણ પદક જીતી શકી હતી.

દેશ ગુજરાત