નરેન્દ્રભાઇ મોદીના 72 મા જન્મદિવસે સિવિલ હોસ્પિટલમાં ગોળ, ખજૂર, ચણા અને સાડીનું વિતરણ
September 17, 2022
— સિવિલ સુપ્રીટેન્ડન્ટની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલમાં સૌ કર્મીઓએ અંગદાન મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવાના સંકલ્પ લીધા
— 1200 બેડ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં પી.એફ.ટી. સેવા શરૂ થઇ
— ફાર્માલોજી વિભાગ દ્વારા દવાઓના યોગ્ય ઉપયોગ સમજાવતો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો
અમદાવાદઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 72મા જન્મદિવસે ધી ટ્રેઇન્ડ નર્સીંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાની ગુજરાત બ્રાન્ચ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં સર્ગાભા બહેનો અને નવજાત બાળકો માટે પોષણ કિટ વિતરણ કરવામાં આવી હતી.
જેના અંતર્ગત હોસ્પિટલના સ્ત્રીરોગ વોર્ડમાં તાજા જન્મેલા બાળકો માટે 172 બેબી કીટ (જેમાં ઝબલા, મોજા, કપડા, રઝાઇ, ઘોડીયું, ચાદર) છ માસની કીટ તેમજ પોસ્ટ નેટલ માતાઓને પોષણયુક્ત આહાર પ્રાપ્ત થાય તે માટે 172 કિલો ગોળ, 172 કિલો ખજૂર અને 172 કિ.લો ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
તદ્ઉપરાંત હોસ્પિટલની સફાઇ કામદાર 172 બહેનો માટે સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ મહાનગરની એલ.જી. અને શારદાબાઇ હોસ્પિટલમાં પણ બાળકોને કીટ અને માતાઓને ગોળ, ખજૂર વિતરણ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમત્તે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની અધ્યક્ષતામાં કેમ્પસના સર્વે તબીબો , સ્ટાફ મિત્રોએ અંગદાન મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા અને અંગદાનની જનજાગૃતિ ફેલાવવાના શપથ લીધા હતા.
સિવિલ હોસ્પિટલના ફાર્માલોજી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ફાર્માકોવિજીલેન્સ અઠવાડિયાના ભાગરૂપે દવાઓના યોગ્ય ઉપયોગ સમજાવતો વીડિયો આજે લોન્ચ કરવામાં આવ્યો હતો.
રામશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભેટ મળેલા પી.એફ.ટી. મશીનની સેવાઓને 1200 બેડ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત રેડિયોલોજી વિભાગમાં શરૂ કરવામાં આવી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે