હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન
March 15, 2024
ગાંધીનગરઃ રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓ માથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન-જાવન કરે છે. ઉપરાંત નોકરી/ધંધા અર્થે વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે.
ગુજરા રાજ્ય માર્ગ પરિવહન નિગમની નોંધ અનુસાર ગત વર્ષે ૧૨૦૦ બસો દ્વારા ૪૫૧૬ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર અને ફૂલડોલ ઉત્સવ માટે ૪૨૫ બસો દ્વારા ૩૫૧૮ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ. ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૫00 જેટલી બસો વડે ૭૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે. ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૫૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે.
તાજેતરમાં સુરત ખાતેથી ૧૦૧, વડોદરા ખાતેથી ૧૦૦, કલોલ ખાતેથી ૨૫ તેમજ નડાબેટ ખાતેથી ૧૦૦ મળી કુલ ૩૨૬ નવીન લોકાર્પિત કરેલ બસો સદર એક્સ્ટ્રા સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. નિગમ દ્વારા આ સંચાલન તા-૧૯/૦૩/૨૦૨૪ થી તા-૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન કરવામાં આવશે જે બાબતે નિગમના સક્ષમ સત્તાધિકારીશ્રીઓ દ્વારા તમામ જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓના વડાશ્રીઓ સાથે તા-૧૨/૦૩/૨૦૨૪ ના રોજ ખાસ મીટીંગ યોજી જે અંગેના એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વીસોનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય