Recipe of Upma(explained in Gujarati text)

ઉપમા
માત્રા: ૨ વ્યક્તિ

સામગ્રી:

૧ કપ રવો(સોજી), ૨ ચમચી ઘી, ૧ ચમચી અડદની દાળ, અડધી નાની ચમચી રાઈ, ૧ નાની ચમચી તલ, ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી, મીઠો લીમડો, ૨ થી ૩ લીલાં મરચાં, ચપટી હિંગ, ૧ નંગ લીંબુ, ૧ નાની ચમચી તજ-લવિંગનો ભૂકો, ૨ નાની ચમચી ખાંડ, ૧ નંગ ટામેટું, ૩ ચમચી ઝીણી સમારેલી કોથમીર, મીઠું પ્રમાણસર

રીત:

– સૌ પ્રથમ ઘી મૂકી અડદની દાળ શેકવી.દાળ ગુલાબી થાય એટલે તેમાં રાઈ, તલ, ડુંગળી, મીઠો લીમડો, લીલાં મરચાં અને હિંગ નાખવા.
– બધું સાંતળાઈ જાય એટલે રવો નાખવો. ધીમા તાપે શીરાની માફક શેકવો.
– ગુલાબી રંગનો થાય એટલે ગરમ પાણી નાખવું. ૧ કપ રવો હોય તો ૩ કપ પાણી લેવું.
– પાણી બળી જાય એટલે તેમાં મીઠું, લીંબુનો રસ, તજ-લવિગનો ભૂકો અને ખાંડ નાખવાં ટામેટાં નાના સમારીને નાખવા. કોથમીર ભભરાવવી.