Vitthal Radadia’s speech after rejoining BJP( in Gujarati text )
March 08, 2013

Gandhinagar, 8 March 2013
Following is Former Congress MP/MLA Vitthal Radadia’s speech at a public meeting in Dhoraji today afternoon after rejoining the BJP. We are publishing it in Gujarati to keep its original flavor intact.
18 વર્ષ કોંગ્રેસના ગુણગાન ગાઇ ગાઇને બહુ થાકડો લાગ્યો. કોંગ્રેસને મજબૂત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ મુરબ્બીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને ફાવવા ન દીધા. સ્વાભાવિક છે કે માણસો અને મતદારો એક કામ કરનાર માણસને મત આપતા હોય છે. ગુજરાતની અંદર જે કાંઇ નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ કર્યો, અને વિકાસ પુરૃષ તરીકે નામના મેળવી અને એમની સામે અત્યાર સુધી અમે રાજકીય રીતે ધૂળ ઉડાડતા રહ્યા. ઘણી વખત રાજકારણમાં ન ગમતી વાત હોય એ કોકને ગમાડવી પડતી હોય છે. કારણકે પાર્ટી લઇને બેઠા હોય. સરકારનું સારું કામ હોય, સારું પગલું હોય તે છતા રાજકીય વિરોધ ન કરીએ તો અમે રાજકીય માણસો ન કહેવાઇએ. પણ છેલ્લા ઘણા સમયથી રાજકીય વિરોધ કરવાનું મન માનતું ન હતું. એટલા માટે માનતું ન હતું કે સૌ રાજકીય માણસોની કંઇક મહેચ્છા હોય, આજે અદનો કાર્યકર હોય તો પાર્ટીમાં હોદ્દાની એમ સૌ નેમ સાથે રાજનીતી કરતા હોય છે. અને જ્યારે મજબૂત માણસને અન્યાય કરવામાં આવે.
અમે તો જમીન સાથે જોડાયેલા રાજકીય માણસો છીએ. ગમેત્યાં બેઠા હોય, અમે તો ગામડાના ખેડૂતની ચિંતા કરી છે, લોકોની ચિંતા કરી છે, અને અમે ભયંકર પરિસ્થિતિમાં પણ રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ઝંડો ઉંચો રાખીને ફરતા હતા, પણ કંઇક દેવાની વાત આવે ત્યારે વિઠ્ઠલ રાદડીયા ગુંડો માણસ છે, આવો છે, ટોલનાકું અને મજૂરી કરાવવી હોય તો મજૂર વિઠ્ઠલ રાદડીયા. મિત્રો બહુ ઘણું આપણે સહન કર્યું છે. અઢાર વર્ષની લડાઇને અંતે માનસિક રીતે મને થાક લાગતો હતો. રાજકીય રીતે થાક લાગતો ત્યારે માનસિક રીતે લાગતો. ત્રણ ત્રણ વખતથી ગુજરાતમાં મોદીની આગેવાની હેઠળ સરકાર બની છે. લોકો મૂર્ખ નથી, એ લોકો વોટ આપવા જાય ત્યારે કામગીરીના લેખાજોખા જોતા હોય છે. નરેન્દ્ર મોદી પર ગુજરાતના લોકોને વિશ્વાસ છે. અને આ વિશ્વાસ હતો એટલે કોંગ્રેસે ગમે તેટલો વિરોધ ક્રયો તો પણ લોકોએ એમની વાત સ્વીકારી અમારી વાત ન સ્વીકારી. લોકો અમારી વ્યક્તિગત માંગણી સ્વીકારે.
ગુજરાતમાં મોદીનો વિકાસ આંખે ઉડીને વળગતો વિકાસ છે. અને જ્યારે 2014ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી સમગ્ર દેશનું સુકાન સંભાળવા જઇ રહ્યા હોય ત્યારે ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ હોય, કે ગુજરાતનો માણસ દેશનો વડાપ્રધાન બને અને એના માધ્યમથી ગુજરાતનો વિકાસ થાય, ખેડૂતનું ભલું થાય, લોકોના કામ થાય તેના માટે આપણે જેનું બાવડું પકડીને કહી શકીએ એવા જ્યારે વડાપ્રધાન બનતા હોય ત્યારે આપણી ફરજ થઇ જાય.
એની સામે કોંગ્રેસમાં., ગઇ સાલ ખેડૂતને કપાસની ખેડૂતથી ભાવ સારા મળતા હતા અને ત્યારે કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદી. મેં પાર્ટીના આગેવાનોને બહુ કીધું કે કાપડમંત્રીએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. દક્ષિણની મીલો પાસેથી પૈસા લઇને નિકાસબંધી કરી દરેક ખેડૂતના મોઢામાંથી રોટલો ઝૂંટ્યો છે. છતા પાર્ટીએ અમારી વાત ન મની. છાશવારે તમે છાપું ખોલો તો કેન્દ્ર સરકારના બે પાંચ કરોડના નહીં પણ પાંચસો કરોડ, પાંચ હજાર કરોડ, બે લાખ કરોડના ભ્રષ્ટાચાર થતા હોય. અને છતા અમારે મૂંગા મોઢે સાંભળવાનું ને બેસવાનું, સહન કરવાનું, સહન કરવાની મિત્રો મર્યાદા આવી ગઇ. ત્યારે આજે પાર્ટી છોડી છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અને અન્ય ભાજપી આગેવાનોની હાજરીમાં આજે કેસરીયો ખેસ પહેર્યો છે. નરેન્દ્રભાઇ ખેસ પહેરાવતા હતા તો કહેતા હતા કે આ છૂટે નહીં. ભાજપના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સૌ મંચ પર છે. વર્ષો સુધી સામસામા સંઘર્ષો કર્યા છે. કાર્યકરોના મનમાં એ ચાહે ભાજપના આગેવાન કાર્યકરો હોય કે કોંગ્રેસના આગેવાન કાર્યકરો હોય સૌના મનમાં વિચાર થાય કે વિઠ્ઠલભાઇ તો ભાજપમાં ગયા તો કોંગ્રેસના આગેવાનોને થાય અમારું શું, ભાજપના મિત્રોને પણ થાય કે વિઠ્ઠલભાઇ મજબૂત આગેવાન આવ્યા તો આપણને નુકસાન કરશે. મિત્રો આપણે પાર્ટીમાં જોડાઇએ છીએ. તમામ કોંગ્રેસના કાર્યકર આજથી ભાજપના કાર્યકર થઇને રહેશે. મને આનંદ છે કે અત્યાર સુધીના માહોલમાં રાજકારણમાં કાયમી કોઇ દુશ્મન નથી, કાયમી કોઇ મિત્ર નથી. જે કેસરીયો ખેસ ધારણ કર્યો છે એ પચાસ હજારની મેદનીની વચ્ચે ધારણ કર્યો છે. અને જે પાર્ટીમાંથી ચૂંટાયા હતા એમાંથી એક જ મિનીટમાં મેં અને જયેશે રાજીનામાના ઘા કર્યા છે. બે મહિના પહેલા આવડી મહેનત કરીને ધારાસભામાંથી ચૂંટાવાનું અને રાજીનામું આપવું, અને આવતું ભવિષ્ય શું, પાછું લોકો સમક્ષ જવાનું, ત્યારે મને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મિત્રો જે ભળી રહ્યા છે તેમના પર વિશ્વાસ છે કે મને ક્યાંય અન્યાય નહીં થાય. દૂધમાં સાકર ભળે તેમ આપણે ભળીને ભાજપ મજબૂત બને. સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ નેસ્તનાબૂદ થાય. હવે તો આવા અભિયાન ચાલુ રહેવાના છે.
એક સ્ટેટમેન્ટ આવ્યું કે વિઠ્ઠલ રાદડીયાના જવાથી કોંગ્રેસને કોઇ ફર્ક પડતો નથી. તો 2014ની ચૂંટણીમાં બતાવીશું કે વિઠ્ઠલ રાદડીયા હતા તો શું હતું અને આજે નથી તો શું છે તમારી પાસે. તાકાતની વાત ક્યારેય કરશો નહીં. આપણે ભાજપના કોંગ્રેસના કાર્યકરો ખભેખબા મિલાવી મોદીની વિકાસકૂચમાં સહભાગી થઇ ગુજરાતને અને પક્ષને મજબૂત બનાવીએ.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
