20 per cent waiting list to be operated for LRD male recruitment: Harsh Sanghavi

Gandhinagar: Gujarat government will operate 20 percent waiting list for male candidates of Lok Rakshak Dal (LRD) posts. A formal order in this regard will be out by noon on 24 April. This will offer more jobs to aspirants. Minister of State for Home, Harsh Sanghavi made this announcement after meeting with LRD candidates. Sanghavi said the decision has been taken in this meeting at 12.39 pm which is Vijay Muhurat. Sanghavi said the youths will be given jobs in a few days. Sanghavi offered a cup of tea to a candidate who had pledged not to take tea till the waiting issue is resolved by government. Another LRD candidate had decided not to wear footwear till the issue is sorted out. The process of direct recruitment of 12,198 LRD was taken up. Result of this process was announced in year 2020. However waiting list was not announced. Chief Minister Bhupendra Patel led government has decided to operate 20 per cent waiting list now, said Sanghavi.
Sanghavi said, it is for the first time that 20 per cent waiting list will be operated. He said the government has doubled the size of waiting list to be operated. DeshGujarat

Official Note:

-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો યુવાઓ માટે વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય

-વર્ષ ૨૦૧૮-૧૯ ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે :- ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

-આ નિર્ણયને પરિણામે યુવા ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તકની સાથે–સાથે જરૂરિયાત મુજબનું પોલીસ બળ રાજ્યમાં ઉપલબ્ધ થશે.

-આશાસ્પદ યુવાનો- યુવતીઓને વધુ રોજગારીની સોનેરી તક મળે તે માટે ૧૦ % ને બદલે હવે ૨૦% પ્રતીક્ષાયાદી તૈયાર કરવા સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય.

-આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.

-પોલીસ દળમાં વધારો થવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુ્દ્રઢ બનશે

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ ૨૦૧૮-૧૯ ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં ૧૦ % ને બદલે હવે ૨૦% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.

મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુવાઓ માટે લીધેલા આ મહત્વના નિર્ણયને પરિણામે ગુજરાતના શાનદાર, જાનદાર, દમદાર અને અસરદાર પોલીસ તંત્રમાં જોડાઇને રાજ્યની સાડા છ કરોડ જનતાની તન, મન અને ધનથી સેવા કરવા ઇચ્છુક યુવાનોને રોજગારીનો અનેરો અને સોનેરી અવસર મળશે.

મંત્રીશ્રીએ શ્રી સંઘવીએ રાજ્ય સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે ૧૦,૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.

શ્રી સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ ૧૦% જગ્યાની વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતું કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે ૧૦ % ને બદલે ૨૦% ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી નિર્ણયના લીધે યુવાન-યુવતીઓ રાજ્યના ગૌરવ સમાન પોલીસ તંત્રમાં જોડાઇને તેમની શક્તિઓ અને સામર્થન્ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક સાંપડશે તેમ પણ શ્રી સંઘવીએ જણાવેલ છે.

તેમણે ઉમેર્યુ કે, આ મહત્વના નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, પોલીસના લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીમાં વધુ યુવાનોને સમાવવાના હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત ક્રમાંક:LRB/201819/1 અન્વયે ૨૦% વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

શ્રી સંઘવીએ વધુમાં જણાવેલ છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૧૯૮ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેનું અંતિમ પરીણામ વર્ષ ૨૦૨૦માં પ્રસિધ્ધ થયેલ હતું, પરંતુ વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આ સંદર્ભે રાજ્ય સરકારની મળેલ વિવિધ રજુઆતો અન્વયે ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ ઉમેદવારોના હિતમાં આ ભરતીમાં વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

જેના પરીણામે બેરોજગાર ઉમેદવારોને રોજગારી મળશે તથા ઉમેદવારોમાં સંતોષની લાગણી પ્રવર્તશે અને તેઓ પોતાની ફરજો પુરતા ખંત અને ઉત્સાહથી બજાવશે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પણ વધુ સુ્દ્રઢ બનશે.

🗃️ This story is from our archives and may contain outdated information.