સમૂહ લગ્ન કર્યા, હવે ઘરે જઇને બીજા પ્રસંગ ન કરશો, પૈસા બચાવજો ભાવિ પેઢીને કામ આવશેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ
November 06, 2022
ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે સાંજે ભાવનગરમાં એક સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. લાખાણી પરિવાર દ્વારા સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, મનમાં ભાવ હોય એ લોકો જ આવું ભવ્ય કામ કરી શકે.
વડાપ્રધાને 551 દિકરીઓને આશીર્વાદ આપતા સંબોધનમાં જણાવ્યું કે, આ પવિત્ર પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે. સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ન હોય તો આટલો ભવ્ય કાર્યક્રમ શક્ય નથી. આજનો આ ભવ્ય પ્રસંગ ગુજરાતના બાકી લોકો માટે પ્રેરણા સમાન રહેશે. પહેલા લોકો જ્ઞાતિમાં રૂઆબ દેખાડવા દેવું કરીને પણ ભવ્ય લગ્ન કરતા પરંતુ હવે સમૂહ લગ્નને લોકો સ્વિકારતા થયા છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેતો ત્યારે સલાહ આપતો અને આજે પણ આપું છું કે સમૂહ લગ્ન થયા પછી ઘરે જઇ બીજો કોઇ પ્રસંગ ન કરતા. બચાવેલા રૂપિયા તમને અને તમારા સંતાનોને કામ લાગશે.
નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, લખાણી પરિવારે એવી દિકરીઓની ચિંતા કરી જેમણે પિતા ગુમાવ્યા છે અને આવી દિકરીઓના લગ્ન કરાવી આ દિકરીઓ સાથે લખાણી પરિવાર કામય માટે જોડાઇ ગયો છે. આપણા ગુજરાતની વિશિષ્ટતા રહી છે કે સમાજ માટે કંઇને કઇ કરવું. બધી દિકરીઓ જેમના લગ્ન થયા હોય તેઓ સંકલ્પ કરે કે તમારા પરિવારમાં કોઇ અશિક્ષિત ન રહે અને ખાસ કરીને કોઇ દિકરી અશિક્ષિત ન રહે એ જોજો.
ભાવનગરમાં જવાહર મેદાનમાં યોજાયેલા આ વિશાળ સમૂહ લગ્ન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં મુખ્યપ્રધાન તરીકેની પોતાની કામગીરીને યાદ કરતાં કહ્યું કે, એક વખત મેં જૂનાં રમકડાં હોય તે ગરીબ બાળકોને આપવા આહવાન કર્યું હતું ત્યારે ભાવનગરના લોકો ગરીબ બાળકોને રમકડાં આપવા ટેમ્પો લઇને નિકળ્યા હતા. આ કાર્યથી સમાજીક સંતુલન લાવવાનો પ્રયાસ હતો. જે શક્તિ ઇશ્વરમાં છે તે જ શક્તિ સમાજમાં જ છે. સમાજમાં વીજળી બચાવો, પાણી બચાવવા જાગૃતિ લાવવાની છે. આજનો આ કાર્યક્રમ લગ્નોત્સવ નહીં પુણ્યોત્સવ છે તેમ પણ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પોતાની હાજરીને સદ્દભાગ્ય ગણાવી તેમણે કહ્યું કે, આ દિકરીઓના આશીર્વાદથી મોટું પૂણ્ય જીવનમાં બીજું ન હોઈ શકે. મને દિકરીઓ, માતાઓ, બહેનોના આશીર્વાદ મળતા રહ્યા છે અને આ જ મારી તાકાત છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
