નરેન્દ્રભાઈ મોદી લિખિત ‘એકઝામ વૉરિયર્સ’ની સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું વિમોચન
January 19, 2023
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તક ‘એકઝામ વૉરિયર્સ’ ની નવી અને સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ પુસ્તક હવે માત્ર પુસ્તક ન રહેતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો; સૌ કોઈ માટે ભણતરની પરીક્ષા અને ભાવિના પડકારો સામે એક મિત્ર અને માર્ગદર્શક બન્યું છે.
‘એક્ઝામ વૉરિયર્સ’ ની નવી-સંવર્ધિત ગુજરાતી આવૃત્તિના આમુખમાં ‘લેખકની નોંધ’માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખ્યું છે કે, “બાળપણ તાણ અને ચિંતાઓથી ઘેરાયેલું તો નથી એ સુનિશ્ચિત કરવું એ આપણી સામૂહિક ફરજ છે. હું આશા રાખું છું કે તમને ‘એક્ઝામ વૉરિયર્સ’ વાંચવામાં એટલી જ મજા આવશે જેટલી મને આ લખવામાં આવી છે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં ‘એકઝામ વૉરિયર્સ’ પુસ્તક લખ્યું હતું. સાવ સરળ ભાષામાં, સંવાદાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક સુંદર ચિત્રો, સ્વાધ્યાય અને યોગ આસનોની સચિત્ર માહિતીને કારણે અત્યંત આકર્ષક બન્યું છે.
આ પુસ્તકની માંગ, ઉપયોગિતા અને લોકપ્રિયતાને ધ્યાને લઈને નેશનલ બુક ટ્રસ્ટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના સહયોગમાં રહીને ભારતની આસામી, બાંગ્લા, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ અને ગુજરાતી એમ કુલ 11 ભાષાઓમાં પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક બ્રેઈલ લિપિમાં પણ
ઉપલબ્ધ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2018 થી વાર્ષિક પરીક્ષાની સિઝનમાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરે છે. આગામી તારીખ 27મી જાન્યુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નવી દિલ્હીના તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. અત્યાર સુધીમાં 38 લાખ જેટલા છાત્રો, શિક્ષકો અને વાલીઓએ આગામી ‘પરીક્ષા પે ચર્ચા’ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
તાજેતર ના લેખો
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર
- ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ
- અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ ઓનલાઈન અરજી કરી શકશે