SMC to develop 107-hectare ecotourism park under Dumas sea-face project
May 24, 2023
Surat: The Surat Municipal Corporation (SMC) has announced plans to develop an ecotourism park spanning 107 hectares of land as part of the Dumas sea-face project.
The park will encompass a total area of 107 hectares, which includes 12.27 hectares under the SMC TP scheme, 66.72 hectares of government land, and 23 hectares of forest department land. The sea face stretches over a length of 5.3 kilometers. The project is divided into four zones: zone 1 for urban development, zone 2 for public space and eco zone, zone 3 for forest eco-tourism and wellness facilities, and zone 4 for the redevelopment of Dumas port and jetty. The estimated cost for zone 1 and zone 2 is Rs 206.73 crore.
The development of Dumas sea face will involve beautification measures over a distance of 1.5 to 2 kilometers, including special lighting, fountains, a food plaza, dedicated zones with children’s play tools, paver blocks, and geometrical designs. In addition to the coastal area, the park will feature an amusement park, hotel, restaurant, water sports facilities, and various fun activities.
A note by SMC on 23rd May
દેશમાં સૌથી લાંબો આશરે ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયા કિનારો ગુજરાત રાજયમાં આવેલો છે. જે પૈકી સુરતની આસાપાસમાં આશરે કુલ ૩પ કિ.મી. લાંબો દરિયો કિનારો પ્રાપ્ય છે. સુરતના તથા તેના નજીકના દરિયા કિનારે સુવાલી, સુલતાનાબાદ નવી ચોપાટી તથા ડુમસનો દરિયા કિનારો સહેલાણીઓ માટેનું આનંદ-પ્રમોદનું આકર્ષણ છે. ડુમસ દરિયા કિનારાના વિશાળ સ્કાય લાઈન અને ખુલ્લા પણું સ્થાનિક લોકો અને પર્યટકોને આકર્ષિત કરે છે. સુરત શહેરના તથા દેશવિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન, આધુનિક અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવુ અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ઈકો ટુરીઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તેમજ સુલતાનાબાદ-ભીમપોર-ડુમસમાં ઉપલબ્ધ દરિયા કિનારાની કુદરતી સંપતિનો મહત્તમ લાભ થાય તેમજ પ્રર્યટન પ્રવૃતિને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અધતન પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ઈકો ટુરીઝમ પાર્ક બનાવવાનો સુરત મહાનગરપાલિકાએ નિર્ધાર કર્યો છે.
સદર પ્રોજેકટ સુરત મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમની રૂ એ ૧ર.ર૭ હેકટર, સરકારી જગ્યા ૬૬.૭ર હેકટર તથા ફોરેસ્ટ વિભાગની આશરે ર૩.૦૦ હેકટર જમીન મળી કુલ અંદાજીત ૧૦ર હેકટર વિસ્તારમાં સાકારીત થનાર છે. સદર જમીનો પૈકી હાલ તુરંત ૧ર.ર૭ હેકટર વાળી જમીન ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તેમજ સદર પ્રોજેકટમાં પ.૩ કિ.મી. લંબાઈમાં દરિયાઈ તટ આવરી લેવામાં આવેલ છે.
સદર આધુનિક એમ્યુઝમેન્ટ અને ઈકો ટુરીઝમ પાર્કને (૧) ઝોન-૧: અર્બન ઝોન (ર) ઝોન-ર: પબ્લીક સ્પેસ-ઈકો ઝોન (૩) ઝોન-૩: ફોરેસ્ટ-ઈકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલીટી (૪) ઝોન-૪: ડુમસ પોર્ટ અને જેટીનો પુર્ન વિકાસ તથા યાચ ઝોન એમ ૦૪ (ચાર) ઝોનમાં વહેચવામાં આવેલ છે. સદર અલગ-અલગ ઝોન પૈકી હાલમાં ઝોન-૧ ને કુલ ૦ર (બે) પેકેજમાં ડેવલપ કરવામાં આવનાર છે. જે પૈકી પેકેજ-૧ અને પેકેજ-ર મળીને કુલ આશરે ર૦૬.૭૩ કરોડના અંદાજને સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા ધ્વારા મંજુર કરવામાં આવેલ છે. ઉકત ઈકો ટુરીઝમ પાર્કના પહેલા ફેઝના ઝડપી અમલીકરણ અન્વયે પહેલા- ફેઝમાં સમાવિષ્ટ જમીનો સુુરત મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમની રૂ એ પ્રાપ્ત થાય તે હેતુસર મુસદૃારૂપ નગર રચના યોજના નં.૮૦(સુલતાનાબાદ-ભીમપોર), બ્લોક/સર્વે નં ૧પ૧/પૈકી, પર, પ૩ વાળી સરકારી જગ્યા પૈકીમાં સુરત મહાનગરપાલિકાને એક જથ્થે જગ્યા મળી રહે તે મુજબનું આયોજન કરી નગર રચના યોજના નં. ૮૦ (સુલતાનાબાદ-ભીમપોર)માં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરના જાહેર હેતુ માટે અનામત અંતિમખંડ નં. આર-૬૪ (ક્ષોત્રફળ ૧,રર,૭પપ ચો.મી.) તેમજ ડુમસ સી ફેઝ પ્રોજેકટને અનુરૂપ ૧ર૦ મી. ડી.પી. રસ્તાની અલાઈમેન્ટ સુચિત કરવામાં આવેલ. સદર આયોજન બાબતે માન.કમિશ્નરશ્રી તથા માન.કલેકટરશ્રીની યોજાયેલ સંકલન મીટીંગ મુજબ માન.કલેકટરશ્રી દ્વારા તેઓના તા. ૦૪/૦૧/ર૦ર૩ના પત્રથી સદર આયોજનને અનુમોદન આપેલ તેમજ હાલમાં, માન. કલેકટરશ્રીના તા. ૦૮/૦પ/ર૦ર૩ના પત્રથી પ્રશ્ન હેઠળની ડુમસ સી ફેઝના પહેલા- ફેઝમાં જરૂરી જગ્યાનો કબ્જો સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરવા હુકમ કરવામાં આવેલ. જેના અનુસંધાને આજરોજ તા.ર૩/૦પ/ર૦ર૩ના રોજ મામલતદારશ્રી મજુરા કચેરીના સર્કલ ઓફીસરશ્રી દ્વારા નગર રચના અધિકારીશ્રીના સંબંધિત સ્ટાફની હાજરીમાં નગર રચના યોજના નં. ૮૦(સુલતાનાબાદ-ભીમપોર)માં ૧,રર,૭પપ ચો.મી ક્ષોત્રફળના સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરના જાહેર હેતુ માટેના અનામત અંતિમખંડ નં. આર-૬૪ તેમજ તેની ઉત્તરે ૧ર૦ મી. ડી.પી. રસ્તા પૈકીની જગ્યાનો કબ્જો તા.ર૩/૦પ/ર૦ર૩ના રોજ મામલતદારશ્રી મજુરા કચેરીના સર્કલ ઓફિસરશ્રી દ્વારા નગર રચના અધિકારીશ્રીની કચેરીના સંબંધિત સ્ટાફની હાજરીમાં સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ, સાઉથ-વેસ્ટ અઠવા ઝોન, તથા ડુમસ સી- ફેસ ડેવલપમેન્ટ સેલને ટી.પી. સ્કીમની રૂ એ સુપ્રત કરેલ. સદર જગ્યાનો કબ્જો પ્રાપ્ત થવાથી ડુમસ સી ફેઝના પહેલા ફેઝના અમલીકરણ અન્વયેની કામગીરી તાકીદે હાથ ધરી શકાશે.
DeshGujarat
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
