Gujarati Rasoi Cooking Recipe: Magas (મગસ)

મગસ

નાનીમાનો મગસ એટલો બધો ભાવે કે એમના ઘેર જઉ એટલે બા મગસ બનાવો ને, બા મગસ બનાવો ને એવી જીદ કરૂં. આજે જ્યારે જાતે મગસ બનાઉ છુ ત્યારે એ દિવસો યાદ આવે છે. ચાલો ગળ્યા ગળ્યા ગોળ ગોળ મગસ બનાવવાની રીત જાણીએ. અહીં છ વ્યક્તિ માટેની રીત રજૂ કરૂ છુ.

સામગ્રી: અઢીસો ગ્રામ ચણાનો જાડો લોટ, અઢીસો ગ્રામ ઘી, થોડુ દૂધ, અઢીસો ગ્રામ બૂરું ખાંડ, ઈલાયચી, બદામ, પીસ્તા અને ચારોળી.

રીત:
દૂધ ઘીને ગરમ કરો અને પછી ચણાના લોટમાં એનો ધાબો દો હવે તેને ચારણાથી ચાળી દો. આ પછી એક વાસણમાં ઘી મૂકીને ગરમ થાય એટલે ચણાના લોટને નાખી તેને હલાવો.રાતો રંગ પકડે એટલે સમજો કે હવે શેકાઈ ગયો છે અને નીચે ઉતારી લો ઠંડો થાય એટલે બૂરું ખાંડ અને ઈલાયચીનો ભૂકો નાખી ગોટીઓ વાળો અથવા થાળીમાં ઠારી દો. તેના પર બદામની કાતરી , ઝીણા સમારેલા પીસ્તા અને ચારોળી નાખો.મગસ તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Rasoi Cuisine Cooking recipe, Ahmedabad Gujarat.