Recipe of Handvo explained in Gujarati text
December 11, 2010
હાંડવો
માત્રા: ૪ થી ૫ વ્યક્તિ
સામગ્રી:
– ૨ કપ ચોખા, ૧ કપ તુવેરની દાળ, ૧ કપ ચણાની દાળ, ૧ કપ અડદની દાળ, ૧ કપ દહીં, ૪ ચમચી ઘઉંનો જાડો લોટ, ૨૫૦ ગ્રામ દૂધી, ૨ ચમચી વાટેલાં આદુ-મરચાં, ૨ ચમચી મેથિયાંનો મસાલો, ૨ ચમચી ગોળ, ૧ ચમચી મરચું, ૧૦ કળી લસણ, અડધી નાની ચમચી હળદર, ૨ ચમચી અથાણાનો રસો, તેલ પ્રમાણસર, ચપટી સાજીનાં ફૂલ, ૧ ચમચી રાઈ, ૨ ચમચી તલ, મીઠું પ્રમાણસર
રીત:
– ચોખા અને દાળ ધોઈ, સૂકવી, કકરાં લાડવાના લોટ જેવાં વાટવાં. ચોખા, દાળ પલાળીને, મિક્સરમાં વાટીને પણ થાય. તેમાં દહીં નાખીને વાટવું. બાકીની સામગ્રી નાખવી.
– કોરા લોટમાં ૩ ચમચી દહીં નાખી, બધો મસાલો નાખી, હૂંફાળા પાણીથી લોટ પલાળવો. તેમાં દૂધી છીણીને નાખવી.
– શિયાળો હોય તો દહીં થોડુંક વધારે નાખવું અને ૬ કલાક પલાળવું. ઉનાળો હોય તો દહીં ઓછું નાખવું અને ૪ કલાક પલાળવું.
– જ્યારે હાંડવો મૂકવો હોય ત્યારે ૨ ચમચી તેલ, જરૂરી પાણી, સાજીનાં ફૂલ ગરમ કરીને નાખીને બરાબર હલાવવું. પછી હાંડવાના કૂકરને તેલથી ગ્રીસ કરી ખીરું નાખી દેવું. તેની ઉપર તેલ,રાઈ અને તલનો વઘાર કરી ખીરા ઉપર પાથરવો.
– ૫ થી ૧૦ મિનિટ ગેસ ફાસ્ટ રાખવો. પછી ધીમો રાખવો. પોણા કલાકે હાંડવો થઈ જશે.
– નોન-સ્ટીકમાં પણ હાંડવો મૂકી શકાય. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવવો. ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો કરી શકાય.
Recent Stories
- Shah in Anand hails Salt Cooperative Initiative of Kutch, predicts Rs. 1 lakh crore Turnover of Amul next year
- Section 144 imposed after arrest of AAP MLA Chaitar Vasava
- 24 hours rainfall data from across Gujarat; Bhiloda tops, Surat City had over 4.56 inch rain
- Chaturmas 2025 starts today across Gujarat; will end on 2nd November
- Gauri Vrat Goro begins across Gujarat ; Jaya Parvati Vrat from July 8
- Stray bull attacks man in Bhachau, Kutch; CCTV footage surfaces
- In pictures: Upcoming Five-Star Hyatt Hotel at GIFT City, Gujarat