સોમનાથમાં કોરોના અંગેની ગાઇડલાઇનના અમલ સાથે શ્રાવણ ઉત્સવ; આરતીમાં યાત્રીકોને પ્રવેશ નહીં, 30 શૃંગારની યાદી

શ્રી સોમનાથ મહાદેવના તીર્થધામમાં કોરોના વૈશ્વિક મહામારી અંગેની ગાઇડલાઇન ના ચુસ્ત અમલ સાથે શ્રાવણ ઉત્સવ.  આરતીમાં યાત્રીકોને પ્રવેશ આપવામાં નહીં.સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો શનિ, રવિ,સોમવાર ના દર્શનનો સમય સવારે 6-00 થી 6-30, 7-30 થી 11-30,બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 9-15 નો રહેશે. બાકીના દિવસોમાં મંદિરો ના દર્શનનો સમય સવારે 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30 નો રહેશે.  શ્રાવણ માસ દરમ્યાન સાંસ્કૃતિક, આદ્યાત્મિક, કાર્યક્રમો રદ્દ.શ્રધ્ધાળુઓની ભીડ એકઠી થાય તેવા એક પણ કાર્યક્રમ યોજવામાં નહીં.

 

દૈનિક કાર્યક્રમ
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
પ્રાતઃ 6-15 પ્રાતઃ મહાપુજન પ્રારંભ 11-00 મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહાદુગ્ધ અભિષેક
7-00 પ્રાતઃ આરતી (15 મીનીટ) 12-00 મધ્યાન્હ આરતી(15 મીનીટ)
7-45 સવાલક્ષ બિલ્વાર્ચન સાયં 5 થી 8-00 સાયં શૃંગાર દર્શન, દિપમાળા
9-00 યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ 7-00 સાયં આરતી(15 મીનીટ)
શ્રાવણના ચાર સોમવાર, માસિક શિવરાત્રિ, રક્ષાબંધન,  શિતળાસાતમ, જન્માષ્ટમી, અગીયારસ,પુનમ- અમાસ સહિત દિવસો દરમ્યાન દર્શનનો સમય સવારે 6-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી              6-30, અને સાયં 7-30 થી રાત્રે 9-15 નો રહેશે.

બાકીના દિવસોમાં મંદિર દર્શનનો સમય સવારે 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30 નો રહેશે.     

શ્રાવણ સુદ એકમ તા.21/07/2020 મંગળવાર
સમય કાર્યક્રમ
સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ
સવારે 7-45 સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ
સવારે 8-00 નુતન ધ્વજારોહણ

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ પર્વ શરૂ થનાર છે. શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.21/07/2020  શ્રાવણ સુદ એકમને મંગળવારે થશે અને પૂર્ણાહુતી તા.19/08/2020  શ્રાવણ વદ અમાસ ને બુધવારે થશે.  મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને વોટ્સએપ વિડીયોકોલીંગ ના માધ્યમથી પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. વિશેષમાં ગાઇડલાઇન મુજબ ટ્રસ્ટના સાગરદર્શન તેમજ માહેશ્વરી અતિથિભવનમાં ઓનલાઇન બુકીંગ ટ્રસ્ટની વેબસાઇટ પરથી શરૂ કરવામાં આવેલ  છે.

કોરોના વૈશ્વિક મહામારી અંગેની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે પુજાવિધિ કરવામાં આવશે. એકસાથે પાંચથી વધુ લોકો પુજાવિધિમાં જોડાઇ શકશે નહિં. વિશેષમાં દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, સેનીટાઇઝ ટનલ માંથી પસાર થઇને જ પ્રવેશ કરવો, મંદિર દર્શન માટેની લાઇનમાં બનાવવામાં આવેલ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાઉન્ડ  પ્રમાણે ચાલવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીનજરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવું નહિં આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત રહેશે.

શ્રાવણમાસમાં બહારથી આવતા ભક્તો દર્શન વિહોણા ન રહે તેવા શુભઆશય થી સોમનાથ ટ્રસ્ટની  વેબસાઇટ  WWW.SOMNATH.ORG પર પ્રી-રજીસ્ટ્રેશન સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જેમાં બહારગામથી આવતા યાત્રીકો ને અપીલ છે કે તેઓ  આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમય થી વહેલા પહોચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકાશે.

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી સાથે  સુર આરાધના- સત્સંગ સહિતના કાર્યક્રમો નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial– ટ્વીટર@Somnath_Temple –યુટ્યુંબ SomnathTemple-Official Channel –ઇન્સ્ટાગ્રામ  @SomnathTempleOfficial –વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી  મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી 30 જેટલા અલગઅલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.

વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃશુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવાશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતો નો યાત્રીઓ લાભ લઇ શકશે.

શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ- પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રધ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે   સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લાવહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની  વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

 

શ્રાવણ માસ-2020 વિશેષ શૃંગાર ની યાદી

 

ક્રમ તારીખ અને વાર તિથિ  શૃંગાર દર્શન
1.        તા.21/07/2020, મંગળવાર શ્રાવણ સુદ એકમ બિલ્વ  શૃંગાર
2.        તા.22/07/2020, બુધવાર શ્રાવણ સુદ બીજ પુષ્પ શૃંગાર
3.        તા.23/07/2020, ગુરૂવાર શ્રાવણ સુદ ત્રીજ ચંદન શૃંગાર
4.        તા.24/07/2020, શુક્રવાર શ્રાવણ સુદ ચોથ ગણપતી દર્શન
5.        તા.25/07/2020, શનિવાર શ્રાવણ સુદ પાચમ ઋષી દર્શન
6.        તા.26/07/2020, રવિવાર શ્રાવણ સુદ છઠ વસ્ત્ર શૃંગાર
7.        તા.27/07/2020, સોમવાર શ્રાવણ સુદ સાતમ નવ ધાન્ય શૃંગાર
8.        તા.28/07/2020, મંગળવાર શ્રાવણ સુદ આઠમ અર્ધનારેશ્વર દર્શન
9.        તા.29/07/2020, બુધવાર શ્રાવણ સુદ નોમ બગીચો લીલોત્રી શૃંગાર
10.    તા.30/07/2020, ગુરૂવાર શ્રાવણ સુદ દશમ ગંગા દર્શન
11.    તા.31/07/2020, શુક્રવાર શ્રાવણ સુદ અગીયારસ શ્રી નાથજી દર્શન
12.    તા.01/08/2020, શનિવાર શ્રાવણ સુદ બારશ પવીત્રા શૃંગાર
13.    તા.02/08/2020, રવિવાર શ્રાવણ સુદ તેરશ સુર્ય દર્શન
14.    તા.03/08/2020, સોમવાર શ્રાવણ સુદ ચૌદશ બોરસલી દર્શન
15.    તા.04/08/2020, મંગળવાર શ્રાવણ સુદ પુર્ણિમા ચંદ્ર દર્શન
16.    તા.05/08/2020, બુધવાર શ્રાવણ વદ એકમ યજ્ઞ દર્શન
17.    તા.06/08/2020, ગુરૂવાર શ્રાવણ વદ બીજ કૈલાશ દર્શન
18.    તા.07/08/2020, શુક્રવાર શ્રાવણ વદ ત્રીજ સુકામેવા શૃંગાર
19.    તા.08/08/2020, શનિવાર શ્રાવણ વદ ચોથ હનુમંત દર્શન
20.    તા.09/08/2020, રવિવાર શ્રાવણ વદ પાચમ નાગ દર્શન
21.    તા.10/08/2020, સોમવાર શ્રાવણ વદ છઠ રૂદ્રાક્ષ દર્શન
22.    તા.11/08/2020, મંગળવાર શ્રાવણ વદ સાતમ તલ શૃંગાર
23.    તા.12/08/2020, બુધવાર શ્રાવણ વદ આઠમ કૃષ્ણ દર્શન
24.    તા.13/08/2020, ગુરૂવાર શ્રાવણ વદ નોમ કેસરી પુષ્પ શૃંગાર
25.    તા.14/08/2020, શુક્રવાર શ્રાવણ વદ દશમ હિરા માણેક  શૃંગાર
26.    તા.15/08/2020, શનિવાર શ્રાવણ વદ અગીયારસ તિરંગા દર્શન
27.    તા.16/08/2020, રવિવાર શ્રાવણ વદ બારશ અર્કપુષ્પ શૃંગાર
28.    તા.17/08/2020, સોમવાર શ્રાવણ વદ તેરશ ભસ્મ શૃંગાર દર્શન
29.    તા.18/08/2020, મંગળવાર શ્રાવણ વદ ચૌદશ રથારોહણ શૃંગાર
30.    તા.19/08/2020, બુધવાર શ્રાવણ વદ અમાસ અમરનાથ દર્શન અન્નકુટ  શૃંગાર

 

DeshGujarat