સંજય રાઉતે જ્યારે 70 સેકન્ડમાં મહિલાને 26 ગાળો આપી
August 02, 2022
મુંબઈઃ ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે તાજેતરમાં એક મહિલાને ફોન ઉપર બેફામ ગંદી ગાળો આપી હોવાનો એક ઑડિયો વાયરલ થયો છે.
રવિવારે ઈડી દ્વારા રાઉતની ધરપકડ કરવામાં આવી તેના એક અથવા બે દિવસ પહેલાં તેમનો આ ઑડિયો વાયરલ થયો હતો જેમાં રાઉત મહિલાને ધાક-ધમકી આપતા હોવાનું તથા બેફામ ગાળો બોલતા હોવાનું સ્પષ્ટ સંભળાય છે.
વિવિધ મીડિયા અહેવાલ અનુસાર પાત્રા ચાલ કેસમાં સાક્ષી બનેલા એક મહિલાને સંજય રાઉતે ગાળાગાળી કરીને ધમકી આપી હતી. એક યુઝરે આ અંગેની સમાચાર ચૅનલની ક્લિપ શૅર કરીને લખ્યું હતું કે, સંજય રાઉતે 70 સેકન્ડની વાતચીતમાં એ મહિલાને 26 ગાળો આપી હતી.
How horrible
But not at all shocking
Sanjay Raut giving a lady 26 gaalis in 70 seconds
We have seen him abusing Kangana Ranaut, BJP leaders & harassing Dr Swapna Patkar
Thank God,he’s no longer in Shiv Sena
He’s in Uddhav Sena#SanjayRautExposed pic.twitter.com/9EEuwTRGTQ
— PallaviCT (@pallavict) July 30, 2022
સભ્ય સમાજના લોકો સાંભળી પણ ન શકે એવી અભદ્ર ગાળો રાઉતે આપી હોવાનું આ વાયરલ ઑડિયોમાં સાંભળી શકાય છે.
આ ક્લિપના જવાબમાં અન્ય અનેક યુઝરે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ પક્ષની અન્ય અગ્રણી મહિલા નેતાઓને ટૅગ કરીને પ્રશ્ન ઉઠાવ્યા હતા કે મહારાષ્ટ્રમાં તમારા સાથી પક્ષના નેતાના આવા અતિશય અભદ્ર વર્તનને તમે વખોડી કાઢશો કે કેમ.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું