ફિલ્મફેર અવોર્ડ સમારંભમાં કાશ્મીર ફાઇલ્સની સંપૂર્ણ બાદબાકી; ફિલ્મ સાથે સંકળાયેલા કોઇને નિમંત્રણ પણ નહીં

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ કઈ હદે રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધી છે તેનું દેખીતું ઉદાહરણ 67મા ફિલ્મફેર અવોર્ડ સમારંભમાં જોવા મળ્યું. આ વર્ષની સૌથી સફળ ફિલ્મ “કાશ્મીર ફાઇલ્સ” હોવા છતાં ફિલ્મફેર અવોર્ડના હિન્દુફોબિક આયોજકોએ આ ફિલ્મનો નામોલ્લેખ તો ઠીક, પણ સમારંભમાં હાજર રહેવા માટે કાશ્મીર ફિલ્મ સાથે સંકળાયેલા ડિરેક્ટર, પ્રોડ્યુસર, કલાકારો- કોઇને પણ નિમંત્રણ આપવાનું સૌજન્ય પણ દાખવ્યું નહોતું.

1990ના દાયકામાં જેહાદીઓ દ્વારા હજારો કાશ્મીરી પંડિતોની કત્લેઆમ, મહિલાઓ પર અમાનવીય અત્યાચાર અને લાખો લોકોના પલાયનના વિષયને બનેલી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ આ વર્ષની બોક્સ ઑફિસ પરની સૌથી સફળ ફિલ્મ હોવા છતાં ફિલ્મફેર સમારંભના આયોજકોએ આ ફિલ્મના નામોલ્લેખ પર જ જાણે કાળો પડદો ઢાંકી દીધો હતો.

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે અત્યાર સુધીમાં 390.2 કરોડની કમાણી કરી હોવા છતાં ફિલ્મ ઉદ્યોગમાં રહેલા રાષ્ટ્રવિરોધી તત્વોએ તેની નોંધ લીધી નથી. આ બાબતે ખેદ વ્યક્ત કરતા જેએનયુના વિદ્વાન પ્રોફેસર આનંદ રંગનાથને લખ્યું કે, “આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ગંભીર રીતે કંઇક ખોટું થઈ રહ્યું છે. ફિલ્મફેરમાં આ વર્ષની સૌથી વધુ કમાણી (390.2 કરોડ) કરનાર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર કે પછી ઉત્તમ કલાકારો સહિત કોઇને પણ અવોર્ડ સમારંભમાં નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું.”

મંગળવારે રાત્રે યોજાયેલા આ અવોર્ડ સમારંભમાં શેરશાહને શ્રેષ્ઠ ફિલ્મનો અને રણવીર સિંહ તથા ક્રિતિ સેનોનને અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીના અવોર્ડ આપવામાં આવ્યા હતા.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો