સીબીઆઈના મૃત અધિકારીને રાજકારણમાં ઢસડવાનો સિસોદિયાનો કુત્સિત પ્રયાસ
September 05, 2022
નવી દિલ્હીઃ ભ્રષ્ટ શરાબ નીતિથી સીબીઆઈના સકંજામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આજે અધમ કક્ષાનું રાજકારણ રમવા પ્રયાસ કર્યો હતો.
દિલ્હી ભાજપના નેતાઓએ એક્સાઇઝ ડ્યુટી કાંડના એક આરોપીનો સ્ટિંગ વીડિયો રિલિઝ કર્યા બાદ બચાવનો કોઈ રસ્તો ન દેખાતા સિસોદિયાએ પત્રકાર પરિષદ યોજીને અત્યંત બેહૂદો આક્ષેપ કર્યો હતો કે, સીબીઆઈના એક અધિકારીએ એટલા માટે આપઘાત કરી લીધો છે કે તેમના ઉપર મારી વિરુદ્ધ પગલાં લેવાનું દબાણ થઈ રહ્યું હતું.
સિસોદિયા અને કેજરીવાલ છેલ્લા કેટલાય દિવસથી સીબીઆઈ અને સરકાર વિરુદ્ધ જાતજાતના આક્ષેપો કરી રહ્યા હતા પરંતુ આજે પહેલી વાર સીબીઆઈએ પોતે સિસોદિયાના આક્ષેપનો જવાબ આપ્યો હતો.
સિસોદિયાએ પોતાના કૌભાંડ અંગે કોઈ પુરાવા રજૂ કરવાને બદલે સીબીઆઈના એક મૃત અધિકારીનો પોતાના બચાવ માટે પ્રયાસ કરતાં સીબીઆઈએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, સીબીઆઈ શ્રી સિસોદિયાના ગેરમાર્ગે દોરનારા અને કોઈ આધાર વિનાના નિવેદનને સખત શબ્દોમાં નકારી કાઢે છે. એ સાથે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, સ્વર્ગસ્થ શ્રી જિતેન્દ્ર કુમાર આ કેસમાં તપાસ કરતાં નહોતા. તેમની ફરજ પ્રોસિક્યુશનના નાયબ કાનૂની સલાહકાર તરીકેની હતી, અને તે ભૂમિકામાં તેઓ દિલ્હીમાં જે લોકો ઉપર ચાર્જશિટ થયેલી છે તેમને લગતા કેસો સંભાળી રહ્યા હતા. ઉપરાંત, એ અધિકારીના આપઘાત કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર એ અધિકારીએ તેમની આપઘાતની નોંધમાં પોતાના કૃત્ય માટે કોઇને પણ જવાબદાર ઠેરવ્યા નથી.
સીબીઆઈએ આ ઉપરાંત પોતાના નિવેદનમાં કહ્યું કે, એક્સાઈઝ નીતિનો કેસ તપાસ હેઠળ છે. હજુ સુધી કોઇપણ આરોપીને તેમાં ક્લિનચીટ આપવામાં આવેલી નથી. શ્રી સિસોદિયા દ્વારા જે ગેરમાર્ગે દોરનારું અને ખોટું નિવેદન કરવામાં આવ્યું છે તે વાસ્તવમાં દિલ્હીની એક્સાઈઝ નીતિને અવળે માર્ગે દોરવાનો પ્રયાસ છે.
સીબીઆઈનું આ નિવેદન આવ્યા પછી પીઢ પત્રકાર રાજગોપાલે એ નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મને લાગે છે કે જે રીતે રાહુલ ગાંધીએ પોતાની રાજકીય રમતમાં મૃત મનોહર પારિકરને ઢસડવાનો પ્રયાસ કર્યો હતો એ જ રીતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અધમ રાજકીય રમત રમીને સીબીઆઈના મૃત અધિકારીને ઢસડી રહ્યા છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’