દિલ્હી હાઇકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને સરકારી બંગલો છ અઠવાડિયામાં ખાલી કરવા આદેશ આપ્યો

નવી દિલ્હીઃ  દિલ્હી હાઇકોર્ટે ભાજપના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીને તેમનો સરકારી બંગલો છ અઠવાડિયામાં ખાલી કરવા આદેશ આપ્યો છે.

જાહેરજીવનમાં તથા રાજકારણીઓ માટે હંમેશાં પ્રામાણિકતા અને મૂલ્યોની વાતો કરનાર સ્વામીએ કાનૂની ધમપછાડા કરી જોયા પરંતુ તેમના પ્રયાસો સફળ થયા નથી.

સુબ્રમણ્યન સ્વામી પાંચ વર્ષ પહેલાં જાન્યુઆરી 2016માં રાજ્યસભામાં ચૂંટાયા પછી તેમને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો કેમ કે તેમના પર જીવનું જોખમ હતું. જોકે, એપ્રિલ 2022માં તેમની રાજ્યસભાની મુદાત પૂરી થયા પછી બંગલો સરકારને પરત કરવાને બદલે સ્વામીએ હાઇકોર્ટમાં અપીલ કરીને એવી રજૂઆત કરી હતી કે તેમને હજુ પણ ‘ઝેડ’ સલમતી મળેલી હોવાથી તેમને એ બંગલામાં રહેવા દેવામાં આવે.

સ્વામીએ એવી પણ રજૂઆત કરી હતી કે ઝેડ સલામતીને કારણે તેમની સાથે મોટી સંખ્યામાં અંગરક્ષકો પણ હોય છે, તેથી પોતાને આ બંગલામાં રહેવા દેવામાં આવે.

જોકે, કેન્દ્ર સરકારે સ્વામીની આ અરજીનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, બંગલો ખાલી થવો જરૂરી છે કેમ કે અન્ય પ્રધાનો તેમજ સાંસદોને ફાળવવાનો છે.

જેને પગલે દિલ્હી હાઇકોર્ટે સ્વામીને છ અઠવાડિયામાં બંગલો ખાલી કરી દેવા આજે આદેશ આપ્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો