વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત સાયન્સ સેન્ટર ખાતે “ખોજ મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે
September 28, 2022
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાયન્સ સેન્ટર ખાતે “ખોજ મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે. સિટીલાઈટ ખાતે રૂ. 52 લાખના ખર્ચે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતા ‘ખોજ મ્યુઝિયમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ આ મ્યુઝિયમની વિશેષતાઓ.
સુરત શહેરના સિટી લાઇટ રોડ પર આવેલ આ છે ‘ખોજ મ્યુઝિયમ’. વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહે તે માટે ‘ડિસ્કવરી-સાયન્સ + આર્ટસ + ઇનોવેશન’ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતાઓની વાત કરીએ તો બે ગેલેરી વિકસાવવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી અને પ્રથમ માળે ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ બનાવવામાં આવી છે. વાયરસ ગેલેરીમાં વાયરસનો પરિચય, વાયરસનો ઇતિહાસ, સૂક્ષ્મજીવોની દુનિયા, વાયરસનો ફેલાવો વિશે સમજશે જ્યારે આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને પ્રોજેક્ટ તેમજ તેમના નિષ્ણાત સાથે વાતચીત કરવા, રમવા અને અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
– વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતું ‘ખોજ મ્યુઝિયમ’
– SMC, GCSRA અને DGVCL ના સંયુક્ત ઉપક્રમે કરાયુ નિર્માણ
– સંગ્રહાલયે મુખ્યત્વે બે ગેલેરીઓ વિકસાવવામાં આવી
– ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત
– વાયરસ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ કરાવશે
– વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ, પ્રયોગો અને સંશોધનો કરશે
– ઓડિયો-વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ અને ઇન્ફોર્મેશનલ પેનલનો સમાવેશ
– ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ
– લોકોનું મ્યુઝિયમ બનાવવા માટે વિદ્યાર્થીઓએ બનાવેલા વિચારો અને કૃતિઓ પ્રદર્શિત
તાજેતર ના લેખો
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ