અંનત પટેલે સહાનુભૂતિ મેળવવા જાતે જ હુમલાનું નાટક કર્યું છેઃ ભાજપ
October 09, 2022
સુરતઃ નવસારીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર કોઈ હુમલો નથી થયો, વાસ્તવમાં તેમણે પોતે જ સહાનુભૂતિ મેળવવા નાટક કર્યું છે તેમ ભાજપે આજે જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ઉપર થયેલા હુમલા અંગે અને એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપને જવાબદાર ઠેરવવામાં આવે છે એ અંગે મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, હકીકતે અનંત પટેલ તથા તેમના ટેકેદારોએ ભાજપના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભીખુભાઈ આહીરની દુકાન સળગાવી દીધી, આજુબાજુના લોકોના મકાન પણ સળગાવી દીધા, તેમનું ફર્નિચર તોડી નાખ્યું. પોલીસે ઘણી મર્યાદા રાખીને કોઈ લાઠીચાર્જ ન કર્યો, ટીયરગૅસના સેલ પણ ન છોડ્યા. ખરેખર તો આવા (હિંસક) તોફાન દરમિયાન પોલીસને ગોળીબાર કરવાનો પણ અધિકાર છે, પરંતુ પોલીસે સંયમ રાખીને કશું કર્યું નહીં. જે તોફાન કર્યું છે તેમાં તા સાત વર્ષની સજા થઈ શકે. આટલો ગંભીર અપરાધ થઈ રહ્યો હતો તેને રોકવા માટે પોલીસ ફાયરિંગ પણ કરી શકે પણ સામાન્ય લાઠીચાર્જ પણ નથી કર્યો.
અનંત પટેલને ખ્યાલ આવી ગયો છે કે તે વાંસદામાં હારી રહ્યા છે. અને તેથી કોઇને કોઈ મુદ્દો બનાવીને પ્રયાસ કરે છે. ત્યાં નર્મદા-તાપીની જે યોજના હતી તે બંધ રાખવામાં આવી હોવાનું મુખ્યપ્રધાને કહી દીધું, સરકારે કહી દીધું અને છતાં (અનંત પટેલ દ્વારા) એ વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનોને ભડકાવવામાં આવે છે, તેમને આંદોલનમાં જોડવાના પ્રયાસ કરે છે. તે જાણે છે કે તેમણે કશી કામગીરી કરી નથી તેથી તેમને ડર છે કે તે હારી જશે. (https://www.youtube.com/watch?v=l1noU-RNeFE&ab_channel=Zee24Kalak )
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયો છે તેવા સમાચાર શનિવારે સાંજે વહેતા થયા હતા. અને આજે સવારથી કોંગ્રેસના ઘણા નેતાઓ અનંત પટેલને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને ભાજપે નકારી કાઢ્યો હતો.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’