ગોપાલ ઈટાલિયાના મતે ધર્મથી માણસનું કલ્યાણ નહીં થાય
October 15, 2022
ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ધર્મની વિરુદ્ધમાં બોલવાનું કશું જ બાકી રાખ્યું નથી. તેનો એક નવો વીડિયો વાયરલ થયો છે તે અનુસાર ધર્મથી માણસનું કલ્યાણ થવાની હવે કોઈ શક્યતા નથી.
अधर्मी आदमी पार्टी… pic.twitter.com/v2ZOM2xMF8
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) October 14, 2022
તે કહે છે, 2018ના સંદર્ભની વાત કરું છું. તમે કોઇપણ ધર્મના અનુયાયી હોવ, પણ ધર્મ એટલે વેપાર, ધર્મ એટલે સત્તા, ધર્મ એટલે વૈભવ, ધર્મ એટલે ભોગ-વિલાસ અને ધર્મ એટલે માણસને પછાત બનાવી રાખવાની – રૂઢિચૂસ્ત બનાવી રાખવાની એક પ્રવૃત્તિથી વિશેષ હવે કંઈ વધ્યું હોય એવું લાગતું નથી. ધર્મ માણસના કલ્યાણ માટે નથી. ધર્મ ભોગ-વિલાસ માટે છે, સત્તા માટે છે. ધર્મ મારા કે તમારા માટે નથી.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી તે સાથે એ જ ગોપાલ ઈટાલિયા અને તેના ગુરુ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વિવિધ મંદિરોમાં ફરતા જોવા મળે છે, ધર્મ વિશે સારી વાતો કરતા સાંભળવા મળે છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર