ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર દર્શાવાઈ અદભૂત ફિલ્મ
October 19, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન ભારતના સંરક્ષણ ક્ષેત્રની મહત્વની યાત્રા તથા તેના આત્મનિર્ભરતા તરફના પ્રયાણ વિશે એક ગૌરવપ્રદ શૉર્ટ ફિલ્મ દર્શાવાઈ હતી. આ ફિલ્મ 16 સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી.
ડેફએક્સપો 2022 તથા સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતા તેમજ ઇનોવેશન વિશે વિગતવાર માહિતી આપતી આ ફિલ્મમાં જણાવાયુ હતું કે આ ડેફએક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સપો છે અને માત્ર ભારતની કંપનીઓ માટે જ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના આહ્વાનના પથ પર ચાલી ડિફેંસ સેક્ટર પણ આગળ વધી રહ્યું છે. ડિફેંસ સેક્ટરની સફર, તેના વિકાસની સફર વિશે પણ ઝલક આપવામાં આવી હતી.
આ ડેફએક્સપોમાં 1340 એક્ઝીબિટર્સ ભાગ લઈ રહ્યા છે. આ એક્સપો આઝાદીના અમૃતકાળમાં ભારતને ડિફેંસ મૅન્યુફૅક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ છે.
ડિફેંસ સેક્ટરની યાત્રા વિશેની આ શૉર્ટ ફિલ્મની શરુઆત સંસ્કૃત સુભાષિતાનીના શ્લોક ‘न चोरहार्य न राजहार्य न भ्रतृभाज्यं न च भारकारि ! व्यये कृते वर्धति एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् !’ સાથે શરૂ થાય છે. આ શ્લોકનો અર્થ થાય છે વિદ્યા ધન તમામ પ્રકારના ધનમાં પ્રમુખ છે, કારણ કે તેની કોઈ ચોરી ન કરી શકે, તેનું કોઈ હરણ ન કરી શકે, તેને ભાઇઓ વચ્ચે વહેંચી ન શકાય, તે ભારરૂપ નથી અને નિત્ય વાપરવા છતા વધે છે.
લગભગ 5 મિનિટની આ શૉર્ટફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વને એ સંદેશો આપવામાં આવ્યો કે ભારત ભલે સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું હોય અને બજેટ વધારી રહ્યું હોય, પરંતુ ભારતની મૂળ ભાવના વિશ્વ શાંતિ તથા વસુધૈવ કુટુમ્બકમ્ જ રહી છે.
છેલ્લા અમુક વર્ષોમાં ભારતે ડિફેંસ ટેક્નોલૉજીમાં પ્રગતિ સાધી છે અને ખૂબ જ ઓછા સમયમાં આ વિકસિત ટેક્નોલૉજીનો ડિફેંસના હાર્ડ ડોમેનમાં ઉપયોગ શરુ કર્યો છે. આઈએનએસ વિક્રાંતની અત્યાધુનિક અવતરણમાં વાપસી વિકસિત ટેક્નોલૉજીનું સૌથી મોટું ઉદાહરણ છે.
ફિલ્મમાં દર્શાવાયું હતું કે બદલાતા સમય સાથે યુદ્ધ નીતિ તેમજ યુદ્ધની રીતો બદલાઈ રહી છે. ભારત ઇલેક્ટ્રૉનિક ઇંડસ્ટ્રીઝના વધતા વ્યાપ જોડે નૉન-કાઇનેટિક અને નૉન-કૉંટેક્ટ વૉરફૅર ક્ષેત્રે લીડરશિપ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડિફેંસ સેક્ટરમાં વધતા ઇનોવેશનના પગલે સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી મળી રહી છે. આ બધાએ મળીને ડિફેંસ ઇંડિયા સ્ટૅક તૈયાર કર્યું છે. આ બધુ શક્ય થઈ રહ્યું છે આપણા ડિફેંસ સેક્ટરના નવા ઇનોવેટર્સની ભાગીદારીના કારણે. આત્મનિર્ભરતાના આહ્વાન સાથે તેમજ નવી શક્યતાઓને સાકાર કરતા દેશ નવી ઊર્જા સાથે અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ