પરાળીના નિકાલનો ઉપાય મળ્યાનો દાવો કરનાર કેજરીવાલ એ પંજાબમાં કેમ નથી અજમાવતા?

નવી દિલ્હીઃ  ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળીનો ઉપાય મળી ગયો છે તેવો દાવો કરનાર કેજરીવાલ હવે શા માટે એ ઉપાય અજમાવતા નથી એવો પ્રશ્ન ભાજપે ઉઠાવ્યો છે.

પંજાબમાં ખેડૂતો દ્વારા દર વર્ષે પરાળી સળગાવવામાં આવે છે અને તેનાથી છેક દિલ્હી સુધી અસાધારણ પ્રદૂષણ ફેલાય છે. આ અંગે એક વર્ષ પહેલાં દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ બોલાવીને દાવો કર્યો હતો કે, તેમની સરકારે પુસા ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને એક અભ્યાસ કર્યો હતો અને તેમાં પરાળીને ખાતરમાં રૂપાંતરિત કરી દેવામાં બાબતમાં 70-80 ટકા સફળતા મળી હતી. કેજરીવાલે ત્યારે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં 2000 એકર ખેતીલાયક જમીન છે તમામ ખેતરોમાં મફતમાં પુસા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલું સોલ્યુશન નાખ્યું હતું અને 20 દિવસમાં 24 ગામોના આ ખેતરોમાં મોટાભાગની પરાળીનું ખાતરમાં રૂપાંતર થઈ ગયું હતું.

.@ArvindKejriwal   जी कहा हैं ये सल्यूशन ? ये पिछले साल का विडीओ है जब आपकी सरकार पंजाब में नही थी तो आप ज्ञान दे रहे थे,लेकिन जब आज आपकी सरकार पंजाब में हैं तो कहा गया आपका ज्ञान और कहा गया आपका सल्यूशन ? अब भी पंजाब में किसान पंजाब में पराली जलाने को क्यों मजबूर है ?  https://twitter.com/TajinderBagga/status/1583654139761860609?s=20&t=pVBrEzLfYbzOQlvqiqR0Ag

એક વર્ષ પહેલાંના અન્ય એક વીડિયોમાં કેજરીવાલ એવું કહેતા જોવા મળ્યા છે કે, પરાળીમાંથી ખાતર બનાવનાર પંજાબના તમામ કારખાનાવાળાઓને મેં દિલ્હીમાં બોલાવ્યા અને તેમની સાથે વાત કરી લીધી છે. તેઓ પંજાબના ખેડૂતોના ખેતરોમાંથી પરાળી લઈ જવા તૈયાર છે અને પ્રતિ હેક્ટર ખેડૂતોને રૂપિયા 1000 આપવા પણ તૈયાર છે.

પંજાબમાં ચૂંટણી યોજાઈ તે પહેલાંના આ વીડિયોમાં કેજરીવાલ ખેડૂતોને સંબોધીને એમ કહેતા સંભળાય છે કે ખેડૂતોએ તેમની પરાળી માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવાનો નથી, પરંતુ તેમને તો સામેથી પૈસા મળવાના છે. ફેક્ટરીવાળા આવીને જાતે જ પરાળી કાપીને લઈ જશે.

Another video of Fraud @ArvindKejriwal  . केजरीवाल जी आपके पास तब तक हर चीज़ का सोल्यूशन होता है जब तक आप सरकार में नही होते है सरकार में आते ही सारे सोल्यूशन ऐसे छूमंतर हो जाते है जैसे गधे के सर से सिंग https://twitter.com/TajinderBagga/status/1583658509794967552?s=20&t=pVBrEzLfYbzOQlvqiqR0Ag

કેજરીવાલના આ બંને વીડિયો પોસ્ટ કરીને ભાજપે પ્રશ્ન કર્યો છે કે, જો ઉપાય મળી ગયો હતો, જો કારખાનેદારો સાથે વાત થઈ ગઈ હતી તો પછી પંજાબમાં તમારી સરકાર હોવા છતાં એનો અમલ શા માટે નથી થતો? ભાજપના નેતા તજિન્દરપાલસિંહ બગ્ગાએ કહ્યું કે, એક વર્ષ પહેલાં કેજરીવાલ પાસે ઉપાય હતો તો પછી આજે આમ આદમી પાર્ટીની સરકારને તેનો અમલ કરવામાં ક્યાં તકલીફ છે?

બગ્ગાએ આક્ષેપ કર્યો કે, પરાળીમાંથી ખાતર બનાવવાના ઉપાયની વાતો સાવ પોકળ હતી. કેજરીવાલ એ અંગે કશું કરી શક્યા નથી અને તેથી બધો દોષ કેન્દ્ર સરકાર ઉપર નાખવા માગે છે. .

@ArvindKejriwal  जी , आज आपका वो सोल्यूशन कहाँ है जो आप एक साल पहले पूरे पंजाब को देना चाह रहे थे https://twitter.com/TajinderBagga/status/1583690830337822722?s=20&t=pVBrEzLfYbzOQlvqiqR0Ag

 

દેશ ગુજરાત

તાજેતર ના લેખો