આપ પાર્ટી પંજાબના કરદાતાઓના નાણા ગુજરાતમાં પ્રચાર પર વાપરે છે
October 30, 2022
નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટી કાળા નાણાનો ઉપયોગ કરે છે તેવા ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આક્ષેપ બાદ હવે એક નવો ફણગો ફૂટ્યો છે. આમ આદમી પાર્ટી આ પ્રચારમાં પંજાબના પ્રામાણિક અને મહેનતુ કરદાતાઓના નાણાનો ઉપયોગ કરતી હોવાનું પંજાબ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પંજાબ સરકારના સત્તાવાર જવાબને ટૅગ કરીને ભાજપના નેતા અમિત માલવિયએ લખ્યું છે કે, છેલ્લા એક મહિનામાં આપ પાર્ટી શાસિત પંજાબ સરકારે ફેસબુક જાહેરાતો ઉપર રૂપિયા 2.27 કરોડનો ખર્ચ કર્યો છે, જે પૈકી રૂપિયા 1.58 કરોડ અર્થાત 69 ટકા જેવી જંગી રકમ ગુજરાત માટે ખર્ચવામાં આવી છે. કેજરીવાલના ગુજરાતમાં પ્રચાર માટે પંજાબના લોકોએ શા માટે નાણા ચૂકવવા પડે છે? સરકારી નાણાનો આ બેશરમ રીતે થઈ રહેલો દૂરુપયોગ છે.
માલવિયએ પંજાબ સરકારની જે સત્તાવાર વિગત શૅર કરી છે તેમાં 28 સપ્ટેમ્બર, 2022થી 27 ઑક્ટોબર, 2022 સુધી પંજાબ સરકારના ફેસબુક પેજ દ્વારા કરવામાં આવેલા ખર્ચની વિગતો જોવા મળે છે. તે અનુસાર બે કરોડ સત્યાવીસ લાખ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેમાંથી સૌથી વધુ રકમ અર્થાત એક કરોડ અઠ્ઠાવન લાખ ચોરાણુ હજાર સાતસો ઓગણચાળીસ (1,58,94,739)નો ખર્ચ ગુજરાત માટે કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ ફેસબુક પેજ પર પંજાબ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણી શકાય છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર