ગુજરાત સાયન્સ સિટી હવે બન્યું ફ્રી વાઈફાઈ કેમ્પસ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ (Wi-Fi) કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગઈન કરીને કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે.

ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકો થી લઈને વડીલો સુધીના તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે.
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના નેજા હેઠળ કામ કરતી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) દેશમાં મોટા પાયે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. સમાજ અને યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવા સમયાંતરે વિવિધ હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ અને માઇન્ડ-ઓન એક્સપોઝર દ્વારા નવીન પ્રાયોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.

સાયન્સ સિટી આગામી પેઢીને ટેકનિકલી પારંગત બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કરે છે, જે “ડિજિટલ ઈન્ડિયા”ના વિઝનને જીવનમાં લાવવામાં મદદ કરે છે. દેશગુજરાત

તાજેતર ના લેખો