આઈ.ટી.આઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપ યોજાશે
June 05, 2024
અમદાવાદ : ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધે તેમજ વિવિધ હાઉસહોલ્ડ સ્કીલ એક્ટિવિટીમાં ભાગ લઈ તેઓનો સ્કીલ ટ્રેનિંગ પ્રત્યેના ઉત્સાહ અને રસમાં વધારો થાય તેમજ સ્કીલ ટ્રેનિંગ અંગેનો તેમનો અભિગમ બદલાય તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ સરખેજ ખાતે 06/06/2024થી 21/06/2024 દરમિયાન વિનામૂલ્યે ‘સમર સ્કિલ વર્કશોપ’નું આયોજન કરવામાં આવશે.
આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફ્રી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરેલ ઉમેદવારોએ આચાર્યશ્રી, આઈ.ટી.આઈ, સરખેજનો રૂબરૂ મુલાકાત લેવી અથવા તેનો નંબર 079-29704831 પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર