તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ બાદ તપાસમાં આરોપી નીકળે તેવા અન્ય વ્યક્તિઓ, એનજીઓ સામે પણ તોળાતા પગલાં
June 27, 2022
અમદાવાદઃ ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડને કારણે ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો અંગે તત્કાલીન સરકાર વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સંડોવાયેલા બીજા કેટલાક લોકો, એનજીઓ તેમજ અન્યો સામે પગલાં લેવા એટીએસ સક્રિય થઈ છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા ડીસીપી (ક્રાઈમ) ચૈતન્ય મંડલિકે કહ્યું હતું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને જેટલા પણ લોકો ગુનાઈત કાવતરામાં સંડોવાયેલા હતા એ તમામની ધરપકડ કરવામાં આવશે.
મંડલિકે કહ્યું કે, તપાસ દરમિયાન જે લોકોના નામ સંડોવાયેલા હતા તેમની સામે ચોક્કસ કેસ ચાલશે. અત્યાર સુધી જે ત્રણની ધરપકડ થઈ છે તેમની સંડોવણીની સંપૂર્ણ તપાસ ચાલુ છે. હવે સેતલવાડ, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ઉપરાંત જે જે લોકોએ એક સરખા સોગંદનામાં દાખલ કર્યા હતા તેમની તપાસ કરવામાં આવશે.
તીસ્તા સેતલવાડ, આર.બી. શ્રીકુમાર તથા સંજીવ ભટ્ટ ઉપરાંત અન્ય કેટલાક લોકો, સ્વૈચ્છિક સંગઠનો તેમજ સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે. ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં સૂત્રોને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા બીજા 62 લોકો વિરુદ્ધ પુરાવા ઉપજાવી કાઢવામાં જે લોકોની ભૂમિકા હતી તેમના વિશે તપાસ કરવામાં આવી રહી છે.
ડીસીપી મંડલિકે કહ્યું હતું કે, આરોપીઓએ એસઆઈટી તેમજ અન્ય તપાસ પંચો સમક્ષ જે સોગંદનામાં દાખલ કર્યાં હતાં એ દસ્તાવેજો મેળવવામાં આવશે. આ આરોપીઓનો ઈરાદો અંધાધુંધી ફેલાવવાનો હતો તેમ તેમણે કહ્યું હતું.
અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓની સાથે સાંઠગાંઠ કરનાર લોકો અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં હોઈ શકે છે તે ઉપરાંત અમુક એનજીઓના પદાધિકારીઓ અને રાજકારણીઓ પણ સામેલ હોઈ શકે છે.
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું