દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ્સ બનાવતી ભારતીય કંપની આકર્ષણનું કેન્દ્ર
October 19, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝીબીશન ગ્રાઉન્ડ ખાતે ડિફેન્સ એક્ઝીબીશન ખુલ્લુ મુક્યુ છે. જેમાં વિશ્વભરમાંથી ડિફેન્સ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને નવા સ્ટાર્ટઅપ શરૂ કરેલી કંપનીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. એક્ઝીબિશનના ડોમ નં. 7મા સ્ટોલ ધરાવતી ગોવાની હ્યુઝીસ પ્રિસિસન મેન્યુફેક્ચરિંગ આવી જ એક કંપની છે જે દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ બનાવતી ભારતીય કંપની છે. આ કંપની પોતાની બુલેટ્સની પ્રોડક્ટ પૈકી 90% બુલેટ અન્ય દેશોમાં નિકાસ કરે છે.
આ એક ભારતનું MSME સ્ટાર્ટઅપ છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ કંપની અત્યારે પિસ્ટલ, રાઈફલ, એન્ટીએર ક્રાફ્ટ, મશીન ગન તેમજ સ્નાઈપર વેપન સહિતના અલગ અલગ હથિયારો માટે 8 પ્રકારની બુલેટ તૈયાર કરે છે. ભારતની આત્મનિર્ભર બુલેટ મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટર કંપની છે. હ્યુઝીસ પ્રિસિસન નામની આ ભારતીય કંપની ગોવામાં કાર્યરત એકમાત્ર ડિફેન્સ ફેક્ટરી છે. જે ભારત ઉપરાંત યુકે, યુએસ, આફ્રિકા, નેપાળ સહિત મીડલ ઈસ્ટના દેશો મળી કુલ 12 દેશોમાં વેપન બુલેટ્સ ની નિકાસ કરે છે.
પોતાના સ્ટાર્ટઅપ અંગે કંપનીના ડિરેક્ટર શ્રી સંજય સોની જણાવે છે કે, વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલુ મારૂ સ્ટાર્ટ અપ અત્યારે આંતરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ્યુ છે. તેની પાછળ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા દુરંદેશી મીશન ઉદ્દીપક બન્યા છે. એટલુ જ નહી વડાપ્રધાનશ્રીએ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની આયાત પર લગાવેલી બ્રેકના પરિણામે પણ ભારતીય કંપનીઓની ડિમાન્ડ ખૂબ વધી છે. અમેરિકાની વિવિધ ખાનગી કંપનીઓએ આયાત કરેલી અમારી આ બુલેટ્સ તબક્કાવાર અલગ અલગ 12 દેશોએ અપનાવી છે. જેનું એકમાત્ર કારણ ભારતીય બનાવટના આ ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે. વધુમાં તેમણે કહ્યુ કે, હજૂ પણ ગ્રેનેડ અને ટેન્ક માટેના પાર્ટિકલ્સ બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે