સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે: ભરત પંડ્યા

ગાંધીનગર: ગુજરાત ભાજપ સક્રિય સદસ્યતા અભિયાનની માહિતી આપતા શ્રી ભરતભાઈ પંડયાએ આજે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતનાં  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સક્રિય સભ્યનું ફોર્મ ભરાવીને સક્રિય સભ્ય બનાવ્યાં હતાં. આ સમયે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સભ્યની સાથે સાથે સક્રિય સદસ્યતાનો પ્રારંભ ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલજીએ તા.19મી ઓક્ટો, 2024ના રોજ પ્રથમ સક્રિય સભ્ય બનીને સંગઠનમાં “સક્રિય સદસ્યતા અભિયાન”ની શરૂઆત કરાવી હતી.
શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં સંખ્યાબળ અગત્યનું પરિબળ છે. વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ છે. પ્રાથમિક સભ્ય બનાવવા માટેનું અભિયાન એ મતદારો, શુભેચ્છક અને કાર્યકર્તા સુધીના બહુ મોટા વ્યાપ આધારીત છે. વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બનવા માટેનું સંખ્યાત્મક અને પ્રચારાત્મક રીતે મહત્વનું છે. જ્યારે સક્રિય સદસ્યતા અભિયાન એ ભાજપની ઓળખ, સંગઠનની રચના અને ચૂંટાયેલ પ્રતિનિધી માટે અતિ મહત્વનું છે. એટલે કે, સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે.
તા.31મી ઓક્ટો,2024 સુધી ચાલનાર સક્રિય સદસ્યતા અભિયાનમાં કાર્યકર્તાઓએ સક્રિય સભ્ય બનવા માટે સક્રિય સભ્યનું ફોર્મ ભરવું, ઓનલાઈન 100 પ્રાથમિક સભ્યોના નામોની યાદી લખવી, નમો એપ કે ભાજપના વેબવોર્ટલ ઉપર એક્ટીવ મેમ્બર તરીકે 100 રૂ.નું ડોનેશન તેમજ રૂ.200 ગુજરાત ભાજપના ‘મનોગત’ લવાજમના આપવાનાં  રહેશે.
ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, સક્રિય સદસ્યતા અભિયાનની ઝૂંબેશ ત્રણ પ્રકારે ચલાવવામાં આવશે. (1) જે લોકોએ 100 સભ્યો બનાવ્યાં છે તેઓને તા.21-22-23-24ઓક્ટો દરમ્યાન મંડલ કક્ષાએ  “સક્રિય સદસ્યતા બેઠક” બોલાવીને તમામના ફોર્મ ભરવામાં આવશે. (2) પક્ષના જૂના પ્રદેશ-જિલ્લા-મંડલ કક્ષા તેમજ મોરચાના આગેવાનોને સક્રિય સભ્યો બનાવવા માટે તેઓ દ્વારા જ ઝૂંબેશ કરવામાં આવશે.  (3) દરેક બુથમાં 2-3 સક્રિય સભ્યો બનાવવાની ઝૂંબેશ કરવામાં આવશે.
ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સક્રિય સભ્યનું ફોર્મ ભરાવવાના અવસરે ગુજરાત ભાજપ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, સક્રિય સદસ્યતા ચકાસણી સમિતિશ્રી  ભરત પંડયા, લોકસભાના સંસદ સભ્યશ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદના પૂર્વ મેયરશ્રી બિજલબેન પટેલ, શ્રી પ્રગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

તાજેતર ના લેખો