Recipe of Tal ni chiki and Mamara ni chiki(Gujarati text)

તલની ચીકી

સામગ્રી:રીત ૧:

– ૧ કપ તેલ,થોડુંક ઘી,૧ કપ ગોળ,૧ નાની ચમચી ગ્લુકોઝ

રીત ૧:

– તલને શેકવા.ગોળ-ઘીનો પાયો કરી તેમાં તલ નાખવા.

– લોચાદાર થાય એટલે ઉતારી,તેમાં ૧ નાની ચમચી ગ્લુકોઝ નાખી દેવું.

– તલ ધીમે ધીમે નાખવા.ગોળની જાત પ્રમાણે તલ સમાશે.

– ગ્લુકોઝ નાખવાથી તલસાંકળી સફેદ થાય છે.પછી કાપા કરવા.

સામગ્રી:રીત ૨:

– ૧ કપ તલ,૧ કપ ગોળનો ભૂકો,બૂરું ખાંડ

રીત ૨:

– ૧ નાની કટોરી ગોળ અને ૧ નાની ચમચી પાણીનો પાયો કરી ખદખદ થાય,કોફી કલર થાય અને ટપકું મૂકીએ તો ખસે નહીં તેવી ચાસણી કરવી.

– આ ચાસણીમાં ધીમેધીમે ૧ નાની કટોરી તલ નાખતા જવું અને બરાબર હલાવી ગોળો કરી નીચે ઉતારી લેવું.જેના પર ચીકી વણવી હોય તેના પર બૂરું ખાંડ ભભરાવવી અને તલનો ગોળો તરત જ મૂકી જલદી જલદી વેલણ થી વણવું.ચીકી પાતળી કરવી.આ જ રીતે બીજા રોટલા તૈયાર કરવા.ચપ્પા થી કાપા કરવા.રોટલો છાપા ઉપર મૂકી સુકાવા દેવો.પછી ટુકડા કરવા.

સામગ્રી:રીત ૩:

– ૧ કપ તેલ,સહેજ ઘી,૧ કપ ખાંડ,બૂરું ખાંડ

રીત ૩:

– તલ શેકી નાખવા.ગેસ પર એક વાસણમાં સહેજ ઘી મૂકી,તેમાં ૧ નાની કટોરી ખાંડ નાખવી.હલાવતા જવું.ટપકું મૂકીએ અને ખસે નહીં તેવી ચાસણી કરવી.

– આ ચાસણીમાં ધીમે ધીમે ૧ નાની કટોરી તલ નાખવા.બરાબર હલાવી ગોળો કરી નીચે ઉતારી લેવું.જેના ઉપર ચીકી વણવી હોય તેના ઉપર બૂરું ખાંડ ભભરાવવી,તલનો ગોળો તરત જ મૂકી જલદી જલદી વેલણ થી વણવું.ચીકી પાતળી કરવી.આ જ રીતે બીજા રોટલા તૈયાર કરવા.ચપ્પા થી કાપા કરવા.રોટલો છાપા ઉપર મૂકી સુકાવા દેવો.પછી ટુકડા કરવા.

મમરાની ચીકી

સામગ્રી:

– ૧૦૦ ગ્રામ મમરા,૨ ચમચી ઘી,૨૦૦ ગ્રામ ગોળ,૧ ચમચી ગ્લુકોઝ

રીત:

– મમરા શેકી નાખવા.ઘીમાં ગોળનો ભૂકો કરી પાયો કરવો.
– ખદખદ થાય એટલે મમરા નાખવા.ગ્લુકોઝ નાખવો હોય તો નખાય.તેનાથી ચીકી સફેદ અને કડક થાય છે.
– ગોળમાં મમરા જેટલાં સમાય એટલા જ નાખવા.પછી થાળીમાં તેલ લગાડી ઠારી દેવું.કાપા કરવા.