Recipe of Dhokla and Idada(explained in Gujarati text)


ઢોકળાં
માત્રા: ૫ થી ૬ વ્યક્તિ

સામગ્રી:
– ૨ કપ મગની દાળ, ૧ કપ અડદની દાળ, ૨ નાની ચમચી વાટેલાં આદુ-મરચાં, ૨ ચમચી તેલ, અડધી નાની ચમચી રાઈ, ૧ નાની ચમચી તલ, મીઠું

રીત:

– બંને દાળ ૪ થી ૬ કલાક પલાળીને વાટવી.
– આથો આવે એટલે સહેજ મીઠું, આદુ અને મરચાં નાખી, જાડાં ઢોકળાં ઉતારવાં. કાપા કરવા.
– ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી, તેમાં રાઈ અને તલ નાખી, ઢોકળા વઘારવાં.
– ગરમ ગરમ પીરસવાં.

**************************

ઈદડાં
માત્રા: ૮ વ્યક્તિ

સામગ્રી:

– ૩ કપ ચોખા, ૧ કપ અડદની દાળ, ૨ ચમચી દહીં, ૨ ચમચી તેલ, ૧ નાની ચમચી સાજીનાં ફૂલ, મરચું,મરીનો ભૂકો પ્રમાણસર, મીઠું પ્રમાણસર

રીત:

– ચોખા અને દાળને ધોઈ, સૂકવીને લોટ બનાવવો. ઈદડાં સાંજે કરવાં હોય તો સવારે લોટ પલાળવો.
– ઈદડાં ઉતારવાના ૨ કલાક પહેલાં મીઠું નાખવું. દહીં પણ નખાય. શિયાળો હોય તો સવારથી મીઠું નખાય.
– ઈદડાં ઉતારતી વખતે થોડું થોડું ખીરું લઈ, તેમાં તેલ, સાજીના ફૂલ નાખી, બરાબર ફીણી, ઢીલું ખીરું રાખી, પાતળી થાળી ઉતારવી.
– થાળી ઉપર મરચું, મરી જે નાખવું હોય તે નાખી શકાય.
– કાપા કરી, ગરમ ગરમ પીરસવું.