Recipe of Lilo Chevdo, Pauvano Chevdo and Makai no chevdo(Gujarati text)
December 21, 2010
લીલો ચેવડો
સામગ્રી:
અડધો કપ ચણાની દાળ(૧૫૦ ગ્રામ), ચપટી સાજીનાં ફૂલ, ૫ નાના બટાકા(૨૫૦ ગ્રામ), ૫ નંગ લીલા મરચાં, ૨ નાની ચમચી તલ, ૧ નાની ચમચી લીંબુનાં ફૂલ, ૧ નાની ચમચી આખી ખાંડ, ૨ નાની ચમચી બૂરું ખાંડ, ૧ નાની ચમચી હળદર, મીઠું પ્રમાણસર
રીત:
– ચણાની દાળ ૬ કલાક પલાળવી. પલાળતી વખતે તેમાં સહેજ સાજીનાં ફૂલ નાખવાં.
– પલળેલી દાળને ચાળણીમાં નિતારી, કપડા ઉપર પહોળી કરવી. બટાકા છોલીને ઝીણી છીણ પાડવી. તેને પાણીમાં થોડીવાર રાખવી. પછી, ચાળણીમાં કાઢી, કપડા પર સૂકવવી.
– કાણાવાળા વાડકામાં ચણાની દાળ કૂણી તળવી. કાતરી નાખીને વેલણથી હલાવવી.
– લીલાં મરચાં તળવાં. તલ શેકીને નાખવા. થોડુંક તળાય એટલે મીઠું, લીંબુનાં ફૂલ, આખી ખાંડ, બૂરું ખાંડ અને સહેજ હળદર નાખી દેવાં અને હલાવતા જવું.
*******
પૌંઆનો ચેવડો
સામગ્રી:
૫૦૦ ગ્રામ પૌંઆ, અડધો કપ સીંગ, ૧૦ થી ૧૨ કાજુ, ૧૦ થી ૧૨ દ્રાક્ષ, મીઠો લીમડો, ૭ થી ૮ લીલા મરચાં, ૧ નાની ચમચી મરચું, ૧ નાની ચમચી હળદર, ૨ નાની ચમચી બૂરું ખાંડ, ૨ નાની ચમચી તલ, ૧ નાની ચમચી વરિયાળી, ૨ નાની ચમચી આખી ખાંડ, અડધી નાની ચમચી લીંબુના ફૂલ, તેલ પ્રમાણસર, મીઠું પ્રમાણસર
રીત:
– ગેસ પર એક વાસણમાં તેલ મૂકો, કાણાવાળા વાડકામાં પૌંઆ તળવા. પછી સીંગ તળવી. કાજુ, દ્રાક્ષ ધીમા તાપે તળવાં અને જલદી બહાર કાઢી લેવાં.
– મીઠો લીમડો, લીલાં મરચાં તળવાં. પૌંઆમાં મીઠું, મરચું, હળદર, બૂરું ખાંડ, તલ, વરીયાળી, લીંબુનાં ફૂલ વગેરે નાખવાં.
– ચેવડો તૈયાર થઈ જાય પછી ૨ નાની ચમચી આખી ખાંડ નાખવી. પૌંઆ તળાય એટલે મરચું, હળદર નાખતા જવું જેથી કલર આવી જાય.
*************
મકાઈનો ચેવડો
માત્રા: ૩ વ્યક્તિ
સામગ્રી:
૫૦૦ ગ્રામ મકાઈ, ૫૦૦ મિલિ દૂધ, ૨ ચમચી તેલ, ૨ નંગ લાલ આખાં મરચાં, અડધી નાની ચમચી રાઈ, ૧ નાની ચમચી તજ-લવિંગ, ચપટી હિંગ, ૧ નાની ચમચી તલ, ચપટી હળદર, નાનો ટુકડો આદુ, ૪ થી ૫ લીલા મરચાં, ૧ નંગ લીંબુ, ૨ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૪ ચમચી ઝીણી કોથમીર, ૨ નાની ચમચી કોપરાની છીણ, મીઠું પ્રમાણસર
રીત:
– મકાઈને છીણી, તેમાં દૂધ નાખી, કૂકરમાં બાફવી. કૂકરમાં દૂધ ઓછું નાખવું. બહાર બાફો તો ૫૦૦ મિલિ દૂધ નાખવું.
– ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી આખાં મરચાં, રાઈ, તજ, લવિંગ, હિંગ અને તલનો વઘાર કરવો. સહેજ હળદર નાખી માવો વઘારવો.
– તેમાં મીઠું, વાટેલું આદુ, લીલાં મરચાં, લીંબુ અને ખાંડ નાખવાં. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
– તેમાં ગરમ મસાલો, કોથમીર, કોપરાની છીણ નાખી ગરમ ગરમ પીરસવો..
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર