Recipe of Panipuri (explained in Gujarati text)
December 22, 2010
પાણીપૂરી
માત્રા:૫ વ્યક્તિ

સામગ્રી:
– ૬૦૦ગ્રામ બટાકા, ૨૦૦ ગ્રામ ચણા, ખજૂરની ચટણી
સૂકા મસાલા માટે:
– ૪ થી ૫ તજ, ૮ થી ૧૦ લવિંગ, અડધી નાની ચમાચી જીરું, ૮ થી ૧૦ મરી, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી મરચું, ૧ નાની ચમચી અજમો
લીલા મસાલા માટે:
– નાનો ટુકડો આદુ, ૩ થી ૪ લીલાં મરચાં, ૧ નાની ઝૂડી કોથમીર, અડધી નાની ઝૂડી ફુદીનો, ૧ નાની ચમચી સંચળનો ભૂકો, ૧ લીંબુ, મીઠું પ્રમાણસર
રીત:
– કોરો મસાલો,ઝીણો વાટવો, લીલો મસાલો મિક્સરમાં પીસવો.
– ઠંડા પાણીમાં લીલો મસાલો નાખવો. ૨ થી ૪ કલાક ફ્રિજમાં રહેવા દેવો.પછી સૂકો મસાલો જરૂર મુજબ નાખવો. સંચળનો ભૂકો, મીઠું,લીંબુ નાખવાં.ગાળીને ફ્રિજમાં ઠંડું કરવા મૂકવું.
– બટાકા બાફવા.ચણા મીઠું નાખીને બાફવા.ચણા-બટાકા ભેગા કરી તેમાં કોરો મસાલો અને મીઠું નાખવું.
– ખજૂરની ચટણી બનાવવી.ઝીણી સેવ લાવવી. દહીં મોળું બનાવવું.
– પૂરીમાં ચણા, બટાકા, ઝીણી સેવ,દહીં અને ચટણી નાખી પાણી સાથે પીરસવું.
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Tweeples school Mahua Moitra over her remarks questioning Gujaratis’ contribution to freedom struggle
- Hours-long wait for boats, no entry for unregistered pilgrims, trigger protests at Uttarvahini Narmada Parikrama venue
- Ahmedabad to Get Key Flyover Bridge on March 29
- Vadodara Railway Station Gets Airport-Like Lounge with WiFi, Resting Pods; Entry Starts at ₹200
- Biogas Plant in Adalaj Feeds Over 500 People Daily
