Gujarati Rasoi Cooking Recipe: Magas (મગસ)
September 22, 2007
નાનીમાનો મગસ એટલો બધો ભાવે કે એમના ઘેર જઉ એટલે બા મગસ બનાવો ને, બા મગસ બનાવો ને એવી જીદ કરૂં. આજે જ્યારે જાતે મગસ બનાઉ છુ ત્યારે એ દિવસો યાદ આવે છે. ચાલો ગળ્યા ગળ્યા ગોળ ગોળ મગસ બનાવવાની રીત જાણીએ. અહીં છ વ્યક્તિ માટેની રીત રજૂ કરૂ છુ.
સામગ્રી: અઢીસો ગ્રામ ચણાનો જાડો લોટ, અઢીસો ગ્રામ ઘી, થોડુ દૂધ, અઢીસો ગ્રામ બૂરું ખાંડ, ઈલાયચી, બદામ, પીસ્તા અને ચારોળી.
રીત: દૂધ ઘીને ગરમ કરો અને પછી ચણાના લોટમાં એનો ધાબો દો હવે તેને ચારણાથી ચાળી દો. આ પછી એક વાસણમાં ઘી મૂકીને ગરમ થાય એટલે ચણાના લોટને નાખી તેને હલાવો.રાતો રંગ પકડે એટલે સમજો કે હવે શેકાઈ ગયો છે અને નીચે ઉતારી લો ઠંડો થાય એટલે બૂરું ખાંડ અને ઈલાયચીનો ભૂકો નાખી ગોટીઓ વાળો અથવા થાળીમાં ઠારી દો. તેના પર બદામની કાતરી , ઝીણા સમારેલા પીસ્તા અને ચારોળી નાખો.મગસ તૈયાર.
(C) Rupam’s Gujarati Vaangi Rasoi Cuisine Cooking recipe, Ahmedabad Gujarat.
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- MSU Vadodara Raises Local Quota to 95% in Commerce Faculty, Introduces Entrance Test for Admission
- Dilip Buildcon Secures ₹698 Crore Narmada Flood Protection Project in Bharuch
- Tweeples school Mahua Moitra over her remarks questioning Gujaratis’ contribution to freedom struggle
- Hours-long wait for boats, no entry for unregistered pilgrims, trigger protests at Uttarvahini Narmada Parikrama venue
- Ahmedabad to Get Key Flyover Bridge on March 29
