Gujarati Recipe of Masaledar Bhindi(Gujarati text)

મસાલેદાર ભીંડી

સામગ્રીઃ

૪૫૦ગ્રા. ભીંડી,
૫૦ગ્રા. તેલ,
હળદર, મરચું,
લીલાં મરચાં,
ધાણાજીરું, મીઠું,
રાઈ,હિંગ.

બનાવવાની રીતઃ

ભીંડીને ભીના કપડાથી સાફ કરી, સુધારી તેના નાના ટુકડા કરો.તેલ અથવા ઘી ગરમ કરી, તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી તેમાં ઘીંડી નાખી સિઝવા દો. બાદ મસાલો નાખો.બાદ તેને હલાવી ઢાંકી દઈ, ધીમા તાપે ૨૫ મિનિટ સુધી પકાવો.
પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. ભીંડામાં કેલ્શિયમ પ્રચુર પ્રમાણમાં છે અને શરીરમાં તેનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.