Gujarati Recipe of Methi Dahinu Shak(Gujarati text)

મેથીનું દહીંવાળું શાક

સામગ્રીઃ

૨૦૦ગ્રા. મોળું દહીં,
૧૦૦ગ્રા. ચણા- લોટ,
૨૦૦ગ્રા. મેથી,
લીલું મરચું, મીઠું,
હળદર,તેલ, ખાંડ

રીતઃ

મેથીના પાને સમારી, ધોઈને વધારો.તેમાં ઉપર લખેલો મસાલો નાખો. પાન ચઢવા આવે એટલે દહીંમાં ચણાના લોટનું ખીરું બનાવીને ભાજીમાં ધીમે ધીમે નાખી હલાવો.બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો. (મેથીની ભાજી-બટાટા, મેથીની ભાજી-રીંગણ, મેથીની ભાજી-મગની દાળ, મેથીની ભાજી- વાલોળ, મેથીના મૂઠિયા,મેથી પાપડી વગેરેનું મિકસ શાક બનાવી શકાય છે.)

પોષકતાઃ

આમાં ૧૦૦૦ કેલરી છે. કડવો રસ આપનાર મેથી ખોરાકને વિશિષ્‍ટ સ્‍વાદ આપવા સાથે જઠરાગ્નિને પ્રદીપ્‍ત કરે છે. વાયુનું શમન કરે છે, પિત્તશામક છે. તેનાથી દસ્‍ત સાફ આવે છે.પિત્ત પ્રકૃતિવાળા માટે ખાસ ઉપયોગી છે.