‘આઈક્રિએટ’ના સંશોધકોએ ‘સ્પેસ સેનિટાઈઝર’ વિકસાવ્યું; એક કલાકમાં ૧૨*૧૫ ફુટના રુમમાં હવા વાયરસ રહિત
May 27, 2020
અમદાવાદઃ icreateસંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનૌજીયા,નવનીત પાલ અનેઅંકિત શર્માએ, પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨*૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાયરસ રહિત થઈ જશે તેવો તેમણે દાવો કર્યો છે.
સંસ્થા તરફથી ઉપલબ્ધ માહિતી અનુસાર જો ‘ડ્રોપલેટ્સ’હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે. ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિક્સાવ્યું છે. આ ઉપકરણ એ બલ્બ હોલ્ડરમાં મુકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શક્શે. એટલું જ નહી પરંતુ લોકો રોજ-બ-રોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શક્શે.
માત્ર એક કલાકમાં જ ૧૨*૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થઈ શક્શે, અને આમાં માત્ર ૫ વોટ વીજળી વપરાશે. આ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાયરસના ચેપથી મૂક્ત રાખી શક્સે. ૨૪ કલાક ઉપકરણ વાપરી શકાશે અને તેની કોઈ આડઅસર નથી. તેને મેઈનટેનન્સ કે રીફીલ કરવાની જરૂર નથી.
icreateના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, ‘આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને icreateની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાયરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે.
હાલમાં, આઇક્રિએટ સંસ્થાએ ટૂંકા સમયગાળાવાળા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક icreateએક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.
Recent Stories
- Gujarat Ministers to attend funerals of Pahalgam terror attack victims; CM cancells programmes on Thursday
- Three Gujarat cities recorded maximum temperatures above 43°C
- Reserved Ticket Booking Facility Launched at Vatva Railway Station
- ACB Gujarat nabs Deputy Chitnish in bribe case
- SMC, Maruti Suzuki to set up Osamu Suzuki Centre of Excellence in Gujarat
- Mann Fave Tya Faro: 2,580 passes issued in 5 years, ₹21 lakh revenue for GSRTC
- 12-year-old boy dies after piece of POP falls on him in Surat