શીલા દિક્ષીતનું પ્રદાન, કેજરીવાલનો પ્રચાર અને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનું અજ્ઞાન
March 29, 2022
જપન ક પાઠક
અમદાવાદના શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જ્યારે સત્તર માર્ચના દિવસે ગુજરાત વિધાનસભામાં દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ)ના શિક્ષણ અંગેના મોડેલને ગુજરાતમાં અપનાવવાનું ગુજરાત સરકારને ઇજન કર્યું ત્યારે મને લાગ્યું કે ગ્યાસુદ્દીનને મોટું અજ્ઞાન પ્રદર્શિત કરી દીધું છે. ગ્યાસુદ્દીન કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ આમ આદમી પાર્ટી નું નામ લઇને દિલ્હી સરકારના શિક્ષણ અંગેના એ મોડેલની વકીલાત કરી રહ્યા હતા કે જે વાસ્તવમાં તો તેમના જ કોંગ્રેસ પક્ષના સ્વ. શીલા દિક્ષીત સરકારનું મોડેલ હતું. હકીકતોમાં ઉંડા ઉતરો તો ચોખ્ખું જણાય છે કે આપ તો પછીથી તૈયાર ભાણે બેસી ગયું અને પોતાનું જ રેપર વીંટીને તેનું માર્કેટીંગ કરી કાઢ્યું. તમે પેલો અરવિંદ કેજરીવાલનો વોલ્ફ (વરુ)ની માફક કશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિરુદ્ધ બોલતો વિડિયો જોયો જ હશે. ગ્યાસુદ્દીન કોંગ્રેસના ધારાસભ્ય છે પરંતુ આપના પ્રચારના સપાટામાં આવી ગયા, જ્યારે કે આપ પક્ષ તેમના કોંગ્રેસને દિલ્હીમાં, પંજાબમાં, સુરતમાં કેટલીક બેઠકો પર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક મત પ્રતિશત પર રિપ્લેસ કરી ચૂક્યો છે. દુશ્મન જ સનમ છે જાણે!
શીલા દિક્ષીત તેમના પુસ્તકમાં મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાળ વાગોળતા લખે છે … There were other heartening signs as well. In 2008, the pass percentage of Delhi government schools was over eighty per cent, up from forty per cent some years ago. (હ્રદયને સંતોષ આપનારી બીજી પણ ચીજો થઇ હતી. 2008માં દિલ્હીની સરકારી સ્કૂલોમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી એંશી ટકાથી ઉપર પહોંચી હતી, જે થોડાક વર્ષો અગાઉ ચાલીસ ટકા જ હતી).
તો Delhi’s government schools the best in country આવું સમાચારનું મથાળું ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં જોઇને આપિયાઓ રાજી રાજી થશે. પરંતુ આ મથાળું શીલા દિક્ષીતની કોંગ્રેસ સરકાર સમયનું છે.
આ ન્યૂઝ આર્ટીકલ કહે છે કેઃ Delhi government schools have performed best in the category across the country. Delhi saw 88.62% students passing the Boards this year followed by Panchkula with 85.32% and Chennai with 64.68%. The pass percentage of the govern-ment school students has gone up by 0.93 % this year. The best results have come from Rajkriya Pratibha Vikas Vidyalays (RPVV) with 99.05% stu-dents clearing the exam. “I would like to congratulate students, parents, teachers and education department over the best-ever results of Delhi gov-ernment schools in 12th Class CBSE Examination,” said chief minister Sheila Dikshit.
તો લો જે વાતના આપવાળા ફાંકા મારે છે તે તો શીલા દિક્ષીતના સમયમાં સિદ્ધ થઇ ગઇ હતી. આપ તો પછી તૈયાર ભાણે બેઠું. મોડેલ તો કોંગ્રેસના શીલા દિક્ષીતનું છે. કોંગ્રેસ ખોંખારીને આમ કહી પણ નથી શકતી.
હવે આ સમાચારનું મથાળું જુઓઃ CBSE results: Government schools outshine private schools in Delhi. આવું મથાળું જોઇને આપિયાઓ રાજી રાજી થાય પરંતુ આ મથાળું પણ શીલા દિક્ષીતના સમયની દિલ્હી સરકારના વખતનું છે.
આ ન્યુૂઝ આર્ટીકલ કહે છે કેઃ The government schools had a pass percentage of 99.45 percent while the private and aided schools stood at 99.17 and 97.26 percent, respectively, a statement issued by the Delhi government said. Congratulating the students, teachers and parents, Dikshit said that she was delighted with the increase in the number of schools achieving 100 percent result.”This reflects the commitment, devotion and hardwork put in by the teachers and the officers in the directorate of education. It is also a testimony to the standard of schools becoming better in Delhi,” Dikshit said. Overall, Delhi has witnessed an increase in the pass percentage of students as the figure went up from 97.92 percent in 2012 to 98.4 percent in 2013.The result of government schools has also witnessed an increase of 0.22 percent and has gone up from 99.23 percent in 2012 to 99.45 percent this year. The number of such schools was 400 last year and has increased to 597 this year.
જો કે ધ્યાન રહે કે દસમા – બારમાના રિઝલ્ટમાં ઉંચા પાસ પર્સન્ટેજ બતાવવા માટે દિલ્હીમાં નવમા ધોરણમાં અર્ધા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવાની કારી ચાલે છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે નો ડિટેન્શન પોલીસી દાખલ કરી હતી જેના કારણે આઠમા ધોરણ સુધી કોઇ વિદ્યાર્થીને નાપાસ કરી શકાતો નથી. દિલ્હીમાં વર્ષ 2013થી બને છે એમ કે જેવા વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં આવે, અર્ધાથી વધારે વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવે છે. આના કારણે જ પછી દિલ્હીની સરકારી સ્કૂલોમાં દસમા ધોરણમાં એ જ વિદ્યાર્થીઓ પહોંચે છે કે જેઓ પાસ થઇ શકે તેમ હોય. આ કારણથી દિલ્હીમાં દસમા અને પછી બારમામાં પણ પાસ થવાનું પ્રમાણ ઉંચું આવે છે. ધ પ્રિન્ટે આ કિમીયા વિશે વિસ્તૃત ન્યૂઝ આર્ટીકલ કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તેમને મળવા જનારાઓને કેટલીક મોડેલ સ્કૂલ્સ જોઇ આવવાનું કહે છે અને તેની વ્યવસ્થા કરી આપે છે. વાસ્તવમાં શીલા દિક્ષીતે શરુ કરેલી રુપાંતર અને બાલા સ્કીમને કારણે દિલ્હીની સ્કૂલની કેટલીક ઇમારતો અત્યાધુનિક દીસે છે. આ ન્યૂઝ આર્ટીકલ જુઓ તો તે સ્થિતીએ દિલ્હી સરકારની 127 સ્કૂલ્સ રુપાંતર યોજના હેઠળ નવીનીકરણ પામી ગઇ હતી. નવ હજાર શિક્ષકોની ભરતી થવાની હતી અને બાર નવી સ્કૂલ્સ બનવાની હતી.
શીલા દિક્ષીત અગાઉના દિલ્હીના મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું પણ પ્રદાન હશે. કમનસીબે સ્વરાજે ન તો તેમની દિલ્હીના મુખ્યમંત્રી પદ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ અંગે કોઇ પુસ્તક લખ્યું છે અને ન જ તેના પૂરતા ઓનલાઇન ન્યૂઝ આર્ટીકલ્સ પ્રાપ્ત છે કારણકે આપણા માટે તે પ્રી-ઇન્ટરનેટ યુગ હતો. પરંતુ તે સમયના સમાચારપત્રોમાં તેમણે પણ શું શું કર્યું તેની વિગતો મૌજૂદ હશે જ.
केजरीवाल सरकार का शिक्षा का मॉडल पूरी तरह फेल। दिल्ली विधानसभा के बजट अधिवेशन में नेता प्रतिपक्ष रामवीर सिंह बिधूड़ी ने खोली शिक्षा मॉडल की पोल!@narendramodi @JPNadda @AmitShah @blsanthosh @PandaJay @BJP4Delhi pic.twitter.com/0xYCyDC5bJ
— Ramvir Singh Bidhuri (@RamvirBidhuri) March 25, 2022
તો આમ આદમી પાર્ટી જાહેરખબરો અને મિત્રકારો મારફતે સતત માર્કેટીંગ કરી દીધું અને ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યને પણ આંજી દીધા. નર્યું અજ્ઞાન કે વાસ્તવમાં તો તેમના જ પક્ષની સરકારે સિસ્ટમ સેટ કરી હતી જેના પર પછી આપ ચડી બેઠું. આપણે એવા ઘણાં છીછરા અને અજ્ઞાની ભારતીયોને જાણીએ છીએ કે જે વિદેશી અને અહિંદુ પ્રચાર-પ્રસારમાં આવી જઇને પોતાના જ ધર્મ-સંસ્કૃતિ-રિવાજો વિશે ગ્લાનિ અનુભવે છે અને બીજાનું અપનાવવાનું ફેશનેબલ માને છે. તત્વતઃ આ ધારાસભ્યનું એવું જ થયું, અલબત્ત રાજકીય ક્ષેત્રે.
આ લખનારે સ્વ. શીલા દિક્ષીત અને તેમના શિક્ષણ પ્રધાન કિરણ વાલીયા(છબીમાં નથી દેખાતા) સાથે વર્ષ 2005માં ‘દાંડીયાત્રા’ દરમિયાન મહીસાગર નદી ઓળંગી હતી તેની છબી:
It was 2005. A yatra was organized on historic Dandi March route. Sheila Dikshit was a company for one morning. Peace to her soul. The picture taken in Mahi Sagar river bed (it's huge huge river bed and therefore Sagar). One wearing Khadi shirt and Lehnga with sport shoes is me pic.twitter.com/zwSj22el2p
— Japan K Pathak (@JapanPathak) July 20, 2019
Related Stories
Delhi Government Schools: What is the reality of Delhi Education Model ?
"મફત-મફત કહેવાનું બંધ કરો, એમ કહેવું એ છેતરપિંડી છે, ટેક્સ વધશે તો તમારા પર બોજો, દેવું વધશે તો તમારા બાળકો પર"
દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો
Only 203 out of 1,027 govt schools in AAP ruled Delhi have principal; NCPCR seeks explanation
MPs expose poor condition of Delhi govt schools as Dy CM Sisodia visits Gujarat
કોંગ્રેસ પાર - તાપી - નર્મદા નદી જોડાણ પરિયોજનાનો વિરોધ કરે ત્યારે આશ્ચર્ય શીદ થાય
Recent Stories
- Shah in Anand hails Salt Cooperative Initiative of Kutch, predicts Rs. 1 lakh crore Turnover of Amul next year
- Section 144 imposed after arrest of AAP MLA Chaitar Vasava
- 24 hours rainfall data from across Gujarat; Bhiloda tops, Surat City had over 4.56 inch rain
- Chaturmas 2025 starts today across Gujarat; will end on 2nd November
- Gauri Vrat Goro begins across Gujarat ; Jaya Parvati Vrat from July 8
- Stray bull attacks man in Bhachau, Kutch; CCTV footage surfaces
- In pictures: Upcoming Five-Star Hyatt Hotel at GIFT City, Gujarat