દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો

દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 2014થી 2022ના એપ્રિલ મહિના સુધીના આઠ વર્ષના ગાળામાં 29 એમ્બ્યુલન્સ ભંગારના ભાવે વેચી દીધી હતી. એટલું જ નહીં પરંતુ આ સમયગાળામાં કેજરીવાલ સરકારે એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી. આ વાતનો ખુલાસો ગુજરાત સ્થિત આરટીઆઇ અરજકર્તા સુજીત પટેલને તેમની આરટીઆઇ અરજીના જવાબમાં દિલ્હી સરકાર દ્વારા મળ્યો છે.

સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી એક પાસું છે કટોકટીના સમયમાં દર્દીઓને આપવામાં આવતી તત્કાળ સારવાર. દર્દીઓને ત્વરિત સારવાર મળે એ માટે પર્યાપ્ત સંખ્યામાં એમ્બ્યુલન્સનો કાફલો હોવો ખૂબ જ અનિવાર્ય છે. ગુજરાતમાં આ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલી 108 સેવાનું સુદ્રઢ માળખું છે જેના અંતર્ગત રાજ્યભરમાં એમ્બ્યુલન્સ દોડતી રહે છે અને અવારનવાર નવી એમ્બ્યુલન્સ કાફલામાં ઉમેરવામાં આવે છે.

આનાથી વિપરિત, કદમાં સાવ નાના એવા દિલ્હીમાં જે પરિસ્થિતિ છે તે અંગે આરટીઆઇના જવાબમાં કેટલીક આંખ ઉઘાડનારી માહિતી મળી છે, જે મુજબઃ

1) 2014થી લઈને એપ્રિલ 2022 દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને દવાખાના સુધી લઈ જઈ શકાય એ પ્રકારની એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી.

2) એટલું જ નહીં, પરંતુ કેજરીવાલ સરકારે આ જ સમય દરમિયાન આવી 9 (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સને પ્રતિ એમ્બ્યુલન્સ માત્ર રૂપિયા 2૩,659/- ના ભાવે ભંગારમાં વેચી હતી.

૩) 2014થી લઈને એપ્રિલ 2022 દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય એ પ્રકારની ‘એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ (જેમાં ઓકસીજન, આઇસીયુ, ઇસીજી વગેરેની સુવિધા હોય છે) તેવી કુલ 10 (દસ) એમ્બ્યુલન્સ ખરીદી છે.

4) બીજી બાજુ આ જ સમય દરમિયાન કેજરીવાલ સરકારે કુલ 20 (વીસ) એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પ્રતિ એમ્બ્યુલન્સ રૂપિયા 75,246/- ના ભાવે ભંગારમાં વેચી હતી. મતલબ કે 10 એમ્બ્યુલન્સ ખરીદી, પણ સામે 20 એમ્બ્યુલન્સ વેચી. અને તેમાં બીજી નવ (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ – મળીને કુલ 29 એમ્બ્યુલન્સ વેચી એવું તારણ નીકળે છે.

સૂજીત પટેલે અગાઉ પણ દિલ્હીની આપ સરકારના વિવિધ દાવાઓને આરટીઆઇ અરજીઓના માધ્યમથી ખોટા ઠેરવ્યા છે.

દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો