રોજના લગભગ 134 લાખ રુપિયા જેટલો છે દિલ્હીની કેજરીવાલ સરકારનો જાહેરખબરો પાછળનો ખર્ચઃ RTI જવાબમાં થયો ખુલાસો

ગાંધીનગરઃ દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર જાહેરાતો ઉપર ચાલતી સરકાર છે એવો આક્ષેપ અનેક વખત થતો રહ્યો છે. આ આક્ષેપને સત્ય પુરવાર કરતો એક ખુલાસો તાજેતરમાં એક આરટીઆઈ દ્વારા થયો છે.

ગુજરાતના સુજીત પટેલે દિલ્હીના માહિતી અને પ્રસારણ ડિરેક્ટોરિટમાં એક અરજી કરીને કેજરીવાલ સરકારે વર્ષ 2013-14થી 2021-22 સુધીમાં જાહેરખબરો પાછળ કરેલા ખર્ચની વિગતો માગી હતી.

આ આરટીઆઈનો તેમને જે જવાબ મળ્યો તે માત્ર આંખ ઉઘાડનારો જ નહીં પરંતુ ચોંકાવી દે એવો છે. 2013-14માં કેજરીવાલ સરકારે 252,471 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે આંકડો 2021-22માં વધીને 488,97,03,000 – ચારસો ઈઠ્યાસી કરોડ સત્તાણું લાખ ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે. આ આંકડાનું વર્ષના 365 દિવસમાં વિભાજન કરવામાં આવે તો કેજરીવાલ સરકારે દરરોજ 133.96 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર જાહેરખબરો પાછળ કર્યો છે.

આખો દેશ જાણે છે કે, ત્રણ કરોડ કરતાં ઓછી વસ્તી ધરાવતા અને એક બૃહદ મહાપાલિકા જેવું ક્ષેત્રફળ ધરાવતા દિલ્હી વિધાનસભા ક્ષેત્રની એક સરકાર દરેક નાની-મોટી વાતે દેશની લગભગ તમામ મુખ્ય ભાષાના અગ્રણી અખબારોમાં નિયમિત રીતે આખા પાનાની જાહેરખબરો આપ્યા કરે છે. તે ઉપરાંત દેશની તમામ હિન્દી અને અંગ્રેજી ભાષાની સમાચાર ચૅનલો ઉપર સરેરાશ દર 15 મિનિટે કેજરીવાલની જાહેરાત દેખાયા કરે છે. કોરોનાકાળમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા થતી હતી તેમ છતાં આમ આદમી પાર્ટી તેને લગતી જાહેરખબરો આપવામાં વ્યસ્ત હતી.

સુજીત પટેલે કરેલી આરટીઆઈ સંદર્ભે જે જવાબ સત્તાવાર રીતે મળ્યો છે તે અનુસાર આમ આદમી પાર્ટીની સરકારે 2013-14માં 252,471 રૂપિયા, 2014-15માં 111,204 રૂપિયા, 2015-16માં 812,306 રૂપિયા, 2016-17માં 672,579 રૂપિયા, 2017-18માં 117,7606 રૂપિયા, 2018-19માં 455,487 રૂપિયા, 2019-20માં 199,9920 રૂપિયા, 2020-21માં 293,2000 રૂપિયાનો તથા 2021-22માં અત્યાર સુધીમાં (હજુ 2022નું નાણાકીય વર્ષ પૂરું થવામાં 10 મહિના બાકી છે) અધધ 488,9703 રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. આરટીઆઈના જવાબ અનુસાર કેજરીવાલ સરકારે એપ્રિલ 2022માં જાહેરખબરો પાછળ 534,04,960 રૂપિયા તો ખર્ચી નાખ્યા છે.

તાજેતર ના લેખો