‘વડાપ્રધાન નહેરુના સમયમાં ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય વ્હાઈટ હાઉસમાં અમેરિકન સરકાર લેતી હતી’
June 20, 2022
નવી દિલ્હીઃ સ્વતંત્રતા પછી સત્તા પર આવેલી પંડિત નહેરુની સરકારે પૂરા 16 વર્ષ સુધી દેશના સશસ્ત્ર દળોની સંખ્યા વિશે, તેને મજબૂત બનાવવા વિશે જરાય ધ્યાન આપ્યું નહોતું. 1962માં ચીને હુમલો કર્યો ત્યારે ભારતની આ નબળાઈ ખુલ્લી પડી અને ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારે ભારતની લશ્કરી ક્ષમતા તરફ ધ્યાન આપ્યું હતું.
દેશ માટે આઘાતજનક ગણી શકાય એવી આ હકીકત તરફ ખુલાસો કરતા આલોક ભટ્ટ નામના ટ્વિટર યુઝરે એક વિસ્તૃત થ્રેડ દ્વારા એવો પણ ખુલાસો કર્યો છે કે, નહેરુએ ભારતીય લશ્કરની ક્ષમતા વધારવા નિર્ણય તો કર્યો અને એ માટે પગલાં લેવાના શરૂ કર્યા પરંતુ સૈન્ય દળોની સંખ્યાનો નિર્ણય અમેરિકાના વ્હાઈટ હાઉસમાં તે સમયની કેનેડી સરકાર લેતી.
માહિતી અનુસાર ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય તે સમયના ભારતીય લશ્કરના અધિકારીઓ નહીં પરંતુ અમેરિકી પ્રધાન રૉબર્ટ મેકનમર તથા જ્હોન એફ કેનેડી સરકાર લેતી. આ સંદર્ભમાં ભટ્ટે 1963ની નવમી મેએ વૉશિંગ્ટનમાં યોજાયેલી મીટિંગની વિગતવાર મિનિટ્સને પુરાવા તરીકે રજૂ કરી છે.
એ બેઠકમાં અમેરિકી મંત્રી મેકનમરે ભારતીય લશ્કરી ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાતનો સ્વીકાર તો કર્યો હતો પરંતુ કહ્યું હતું કે, ભારતીયો લશ્કરી દળની સંખ્યા 14 લાખની કરવા માગે છે તેના બદલે 10 લાખ રાખવી જોઇએ અને આગળ જતાં આ સંખ્યા ઘટાડીને આઠ લાખ કરવી. અમેરિકી સરકારના મંત્રી મેકનમરે એમ પણ કહ્યું હતું કે, ભારત તેનું લશ્કરી બજેટ 18 કરોડ ડૉલર રાખવા માગે છે પરંતુ તેનાથી ભારતીય નાગરિકો માટેના બજેટ ઉપર અવળી અસર પડશે તેથી લશ્કરી બજેટ ઘટાડવું જોઇએ.
कभी ये था देश का हाल- भारत की फ़ौज की संख्या कितनी होगी, ये नेहरू नहीं बल्कि वाइट हाउस में बैठकर केनेडी की कैबिनेट तय करती थी – पूरा थ्रेड पढ़ें https://t.co/xijfQzuTvL pic.twitter.com/YTzV9AXXKU
— Alok Bhatt (@alok_bhatt) June 19, 2022
આ નેટિઝન દ્વારા એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, 1962માં ચીની આક્રમણ પછી નહેરુએ મેનનને હટાવી દઇને ચવાણની નિયુક્તિ કરી હતી. તેમણે ભારતીય લશ્કરની ક્ષમતામાં વધારો કરવાનું શરૂ કર્યું. થોડાં વર્ષના ગાળામાં ભારતીય લશ્કરની ક્ષમતામાં 33 ટકાનો વધારો થયો અને તાલીમની ક્ષમતા જે અગાઉ 5700ની હતી તે ચવાણના આવ્યા પછી 40,000 થઈ. ઑફિસર્સ ટ્રેનિંગ એકેડમી (એટીએસ)ની શરૂઆત કરવામાં આવી અને તે સાથે જવાનો તેમજ અધિકારીઓની ભરતીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો.
આ સંજોગોમાં ભારતીય લશ્કરના જવાનોની સરેરાશ ઉંમર વધારે હોવા વિશે તેઓ કહે છે કે, ભારતીય દળોની સરેરાશ ઉંમર હાલ 32 વર્ષ છે. આ સ્થિતિ આપણા બે સૌથી કટ્ટર દુશ્મન ચીન અને પાકિસ્તાનની સૈન્ય દળોની સરખામણીમાં ચિંતાજનક છે. ભારતીય દળોની સરેરાશ ઉંમર વધારે હોવાનું કારણ શરૂઆતમાં કહ્યું તેમ સ્વતંત્રતાના પૂરા 16 વર્ષ સુધી નવી ભરતી બાબતે ખાસ ધ્યાન આપવામાં જ નહોતું આવ્યું.
પછી જ્યારે નહેરુ જાગ્યા અને 1963થી ભરતી કરવાની શરૂઆત કરી ત્યારે દળોની સંખ્યા બે લાખથી વધીને 1967 સુધીમાં આઠ લાખની થઈ હતી. નહેરુની સરકારે જવાનોની સેવાની મુદત જે 1965 પહેલાં સાત વર્ષની હતી તે વધારીને 17 વર્ષ કરી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે સશસ્ત્ર દળોનું બજેટ ઊંચું ગયું તેની સાથે સાથે પેન્શનની રકમ પણ અસાધારણ માત્રામાં વધવા લાગી. 1980નો દાયકો આવતાં આવતાં સૈન્ય દળોના પેન્શનની રકમમાં ચિંતાજનક વધારો થઈ ગયો.
નેટિઝન ભટ્ટે તેમની આ થ્રેડમાં ભૂતકાળના લશ્કરી વડાઓના તે સમયની સરકાર સાથેના સંબંધો વિશેના મીડિયાના અભિગમ અને વર્તમાન સરકાર અને લશ્કરી અધિકારીઓ વચ્ચેના સંકલન વિશેના મીડિયાના અભિગમમાં રહેલા દેખીતા ભેદભાવને પણ ઉઘાડો પાડ્યો છે.
અગ્નિપથ યોજનાના સમર્થનમાં તેઓ લખે છે કે, આ યોજનાથી સૈન્યદળોમાં વહીવટી સ્તરે તો સુધારો થશે જ પરંતુ જવાનોની સરેરાશ ઉંમર નીચી આવતા ભારતીય સુરક્ષા દળોની આક્રમક ક્ષમતામાં પણ અસાધારણ વધારો થશે.
ભારત સરકારે પેન્શન બિલ ઘટાડવા માટે આવું પગલું લીધું છે એવી મીડિયા અને વિપક્ષોની દલીલને ફગાવી દેતાં ભટ્ટ પુરાવા સાથે કહે છે કે છેલ્લા આઠ વર્ષમાં સંરક્ષણ દળોના બજેટમાં ડબલ કરતાં વધુ વધારો થયો છે. તદ્દ્અનુસાર 2014-15માં સંરક્ષણ બજેટ રૂ. 2.53 લાખ કરોડ હતું તે 2022-23માં વધીને 5.25 લાખ કરોડ થયું છે.
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર